પાટીદાર આંદોલનના આગેવાન નિખીલ દોંગાની સફળ સર્જરી
=> કેન્સરના નિદાનને લઈને 4 દિવસથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ
સિટી ન્યૂઝ@અમદાવાદ
સુરતના પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા યુવા આગેવાન નિખીલ દોંગાની તબિયતને લઈને ચિંતાજનક સમાચાર વચ્ચે હાલમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. નિખીલ દોંગાને મોઢામાં પેઢાનું કેન્સર હોવાનું નિદાન થતાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
નિખીલ દોંગા સુરતના યુવા પાટીદાર આગેવાન તરીકે ઓળખાય છે. તેઓ પાટીદાર અનામત આંદોલન દરમિયાન સક્રિય રહ્યા હતા અને યુવાઓમાં તેમની અલગ ઓળખ ઉભી થઈ હતી. સમાજના વિવિધ મુદ્દાઓ પર તેઓ સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. ખાસ કરીને યુવા સંગઠન અને પાટીદાર સમાજના પ્રશ્નોને લઈને તેઓ સોશિયલ મીડિયા તેમજ જાહેર મંચો પર સક્રિય રહેતા આવ્યા છે.