Loading Please Wait !!!
રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમનું સાત દિવસનું 75 લાખના ફૂડ બિલથી હાહાકાર ?

=> સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. પર ખર્ચકાંડ રૂલ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ જામનગરનો આરોપ

=> 47.94 લાખની MG Gloster કારની ખરીદી એસો.માંથી તો પછી વ્યક્તિગત ઉપયોગ કેમ ?

સિટી ન્યૂઝ@રાજકોટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ના વર્ષ ૨૦૨૩-૨૪ના નાણાકીય હિસાબોને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જાહેર થયેલા રેકોર્ડ મુજબ એસોસિએશન દ્વારા Jai Ganesh Auto Cars Pvt. Ltd. મારફતે અંદાજે ૪૭.૯૪ લાખમાં MG Gloster લક્ઝરી વાહન ખરીદવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ વાહન સત્તાવાર ઉપયોગ માટે હતું કે વ્યક્તિગત ઉપયોગ માટે, તે અંગે હવે ચર્ચા અને શંકાઓ ઉભી થઈ છે.

બીજી તરફ રાજકોટ ખાતે યોજાયેલી ભારત-- ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ દરમિયાન માત્ર સાત દિવસના ભોજન અને કેટરિંગ માટે આશરે ૭૫ લાખથી વધુનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જેમાં Fortune Hotelને અલગ-અલગ બિલ તરીકે કુલ ૭૧ લાખથી વધુની ચુકવણી અને Momai Caterersને આશરે ૨૫ લાખની ચુકવણી દર્શાવવામાં આવી હોવાનું જણાવાય છે.

આટલા મોટા ખર્ચને લઈને ક્રિકેટપ્રેમીઓ અને સામાન્ય જનતા વચ્ચે સવાલો ઉઠી રહ્યા છે કે શું ખરેખર ખેલાડીઓ અને સ્ટાફના ભોજન પાછળ આટલી મોટી રકમ ખર્ચાઈ શકે છે? આ સમગ્ર મામલે હવે સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ, ટેન્ડર પ્રક્રિયા, ઈન્વોઈસ અને તમામ ચુકવણીઓની પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. સાથે જ માંગ કરવામાં આવી રહી છે કે SCAના તમામ ખર્ચ, મંજૂરી પ્રક્રિયા અને બિલોની વિગતવાર તપાસ કરવામાં આવે અને કોઈપણ પ્રકારની નાણાકીય ગેરરીતિ કે દુરુપયોગ થયો હોય તો તેની જવાબદારી નક્કી કરવામાં આવે. ક્રિકેટ એસોસિએશનને જાહેર વિશ્વાસ અને રમત વિકાસ માટે જવાબદાર સંस्था ગણવામાં આવે છે, ત્યારે આવા મોટા ખર્ચ અંગે સંપૂર્ણ પારદર્શકતા જરૂરી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.