SIR ગેરકાયદે નહીં ચૂંટણી પંચને સંપૂર્ણ અધિકાર
=> મતદાર યાદીમાંથી શંકાસ્પદ નામે એક મહિનામાં ચૂંટણી પંચ કેન્દ્રને મોકલશે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે બિહાર ચૂંટણી પહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયાને કાયદેસર અને બંધારણીય ગણાવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચને SIR માટે વિશેષ પ્રક્રિયા અપનાવવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને તેને નિષ્પક્ષ અને શુદ્ધ મતદાર યાદી સુનિશ્ચિત કરવાનો અધિકાર છે. અદાલતે માન્યું કે વિશેષ સંજોગોમાં અલગ પ્રક્રિયા અપનાવવી બંધારણ અને કાયદાની વિરુદ્ધ નથી.
બિહારમાં આ પ્રક્રિયા શરૂ થયા પછી તેને પડકારવામાં આવી હતી. અરજદારોનું કહેવું હતું કે આ સામાન્ય સુધારા પ્રક્રિયાથી અલગ છે અને મતદારોના અધિકારોને અસર કરી શકે છે.
કહી શકાય નહીં કે ECI એ SIR નો ઉપયોગ કરીને તેની વૈધાનિક સત્તાઓની મર્યાદા બહાર જઈને કામ કર્યું છે. તેને 'અલ્ટ્રા વાયર્સ' પણ કહી શકાય નહીં, કારણ કે આ પ્રક્રિયા સામાન્ય રીતે અપનાવવામાં આવતી પ્રક્રિયાથી અલગ છે. વિવાદાસ્પદ SIR નો ઉદ્દેશ્ય કોઈ પ્રક્રિયાને અવરોધવાનો નથી, પરંતુ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓના બંધારણીય આદેશને સુરક્ષિત કરવાનો છે.