સાડીના પાલવ અને બોર્ડર પર બે નેતાઓ તસવીરો છવાઈ છે
- લખનઉની સાડી બજારમાં જોવા મળી મોદી-મેલોનીની સાડી
સિટી ન્યૂઝ@લખનઉ
આવર્ષે મે મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની મુલાકાત ખૂબ વાયરલ થયો હતો. એ વાત ભલે હવે જૂની થઈ ગઈ, પરંતુ તાજેતરમાં લખનઉના ગણેશગંજમાં મોદી-મેલોનીની તસવીરોવાળી સાડી બજારમાં આવી છે. આ સાડીનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાડીના પાલવ અને બોર્ડર પર આ બે નેતાઓની તસવીરો છપાઈ છે. આ સાડીમાં બીજી કોઈ ખાસ કારીગરી નથી, મશીન-પ્રિન્ટેડ સાડી છે, એની કિંમત ૬૦૦ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે સોશિયલ મીડિયા પર આ સાડીને મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે.