ટ્રાફિક નિયમો તોડ્યા તો કપાશે પોઈન્ટ્ટ વારંવાર ભૂલ તો લાઈસન્સ રદ
મોટી તૈયારી ડ્રાઈવિંગ લાઈસન્સના કડક નિયમો સાથે ફેરફાર આવશે
પેનલ્ટી પોઈન્ટ્સ શું આવે ?
-
સ્પીડ લિમિટ તોડવી
-
સિગ્નલ જમ્પ કરવો
-
રોંગ સાઈડ ડ્રાઈવિંગ
લાઈસન્સ રદ કરવાની જોગવાઈ
જો કોઈ ડ્રાઈવર નક્કી કરેલી સીમા કરતા વધુ પોઈન્ટ્સ ગુમાવી દેશે તો તેનું લાઈસન્સ ચોક્કસ સમય માટે સસ્પેન્ડ અથવા કાયમ માટે રદ્દ દેવાશે.
નિયમો પાળનારાઓને ઇનામ
જો ડ્રાઈવરનો ટ્રાફિક રેકોર્ડ ક્લીન રહેશે અને પોઈન્ટ્સ સારા રહેશે તેમને વાહન વિમાના પ્રિમિયમમાં ડિસ્કાઉન્ટ અને અન્ય નાણાકીય પ્રોત્સાહનો અપાશે.
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
આ નવી વ્યવસ્થા હેઠળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં થતા અકસ્માતોના આંકડા અંગે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગ સુરક્ષાના અનેક પગલાં લીધા છતાં દુર્ઘટનાઓનો આંકડો ચિંતાજનક છે અને તેને કોઈપણ ભોગે ઘટાડવો જરૂરી છે. સિયામના વાર્ષિક સંમેલનમાં નિતિન ગડકરીએ આ પ્રસ્તાવિત નિયમ અંગે વિગતો આપી હતી.
પેનલ્ટી પોઈન્ટ્સઃ અલગ-અલગ ટ્રાફિક ગુનાઓ (જેમ કે સ્પીડ લિમિટ તોડવી, સિગ્નલ જમ્પ કરવો, રોંગ સાઈડ ડ્રાઈવિંગ વગેરે) માટે ચોક્કસ પેનલ્ટી પોઈન્ટ્સ નક્કી કરવામાં આવશે.
લાઈસન્સ રદ કરવાની જોગવાઈઃ જો કોઈ ડ્રાઈવર નક્કી કરેલી સીમા કરતાં વધુ પોઈન્ટ્સ ગુમાવી દેશે, તો તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ ચોક્કસ સમય માટે સસ્પેન્ડ અથવા કાયમ માટે રદ કરી દેવામાં આવશે.
નિયમ પાળનારાઓને ઇનામઃ જે ડ્રાઈવરોનો ટ્રાફિક રેકોર્ડ ક્લીન રહેશે અને પોઈન્ટ્સ સારા રહેશે, તેમને વાહન વિમાના પ્રિમિયમમાં ડિસ્કાઉન્ટ અને અન્ય નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે.
ડ્રાઈવરોના કૌશલ્યને સુધારવા અને તેમને યોગ્ય તાલીમ આપવા માટે સરકારે મોટો રોડમેપ તૈયાર કર્યો છે. દેશભરમાં ૧,૬૦૦ અદ્યતન ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર ખોલવાની યોજના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, જેમાંથી ૨૪ સેન્ટર હાલ કાર્યરત છે અને ૧૧૨ નવા સેન્ટર બનાવવાની પ્રક્રિયામાં છે. અત્યાર સુધીમાં લગભગ ૧૦ લાખથી વધુ ડ્રાઈવરો આ કેન્દ્રોમાંથી તાલીમ મેળવી ચૂક્યા છે.
અકસ્માતો ઘટાડવા Bharat NCAP 2.0ની તૈયારી
ભારતમાં દર વર્ષે આશરે ૫ લાખ રોડ અકસ્માતો થાય છે, જેમાં ૧.૮૦ લાખથી વધુ લોકો જીવ ગુમાવે છે. આમાં મૃત્યુ પામનારાઓમાં સૌથી વધુ ૧૮ થી ૩૫ વર્ષની વયના યુવાનો હોય છે. આ પરિસ્થિતિ નિવારવા માટેઃ ઓક્ટોબર ૨૦૨૬થી ગાડીઓની સુરક્ષા ચકાસવા 'Bharat NCAP ૨.૦' લાગુ કરાશે. જુના BS-IV વાહનોથી થતું પ્રદૂષણ ઘટાડવા રૂ. ૪,૦૦૦ થી ૫,૦૦૦ની કિંમતનું વિશેષ એમિશન કંટ્રોલ ફિવાઈસ લાવવા પર વિચારણા ચાલી રહી છે. રોડ સેફટી માટે ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવીન ટેકનોલોજીકલ સોલ્યુશન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.