વિશ્વમાં આર્થિક સંકટનો ખતરો શેરબજારમાં 1997 જેવી ઉથલ-પાથલના સંકેત
અર્થશાસ્ત્રી ફેડરિક ન્યૂમને આપી મોટી ચેતવણી
સિટી ન્યૂઝ@નવીદિલ્હી
એશિયાના શેરબજારોમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઉથલપાથલ જોવા મળી રહી છે અને આવનારા સમયમાં પણ આ અસ્થિરતા ચાલુ રહી શકે છે. HSBCના મુખ્ય અર્થશાસ્ત્રી ફેડરિક ન્યૂમને એશિયા માટે મોટા નાણાકીય સંકટની ચેતવણી આપી છે. તેમના મતે આ સંકટ ૧૯૯૭માં જોવા મળેલા એશિયન નાણાકીય જેવું હોઈ શકે છે. તેમણે વર્તમાન આર્થિક વ્યવસ્થા અને લગભગ ત્રણ દાયકા પહેલાં એશિયામાં આર્થિક પતન માટે જવાબદાર બનેલી પરિસ્થિતિઓની સમાનતાઓ ઉજાગર કરી છે. પોતાના એક અહેવાલમાં ફેડરિક ન્યૂમને અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં થયેલા ઝડપી વધારા અને જાપાની કરન્સી યેનની અત્યંત નબળી સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, આજે એશિયન બજારોને ચલાવતું નાણાકીય પરિદ્રશ્ય ૧૯૯૭ના વિનાશક એશિયન નાણાકીય સંકટ સાથે કેટલીક બાબતોમાં મળતું આવે છે.
ફેડરિક ન્યૂમને આ આંકડાઓ રજૂ કરતાં કહ્યું છે કે બંને પરિસ્થિતિઓમાં સંકટનું એક મોટું કારણ સમાન જોવા મળે છે. ૧૯૯૭ના દાયકાના મધ્યમાં ઇન્ટરનેટનો ઉદય થયો હતો અને આજે બજારની ગતિ AIના વધતા પ્રભાવ પર ટેકલી જોવા મળી રહી છે. જોકે, બંને પરિસ્થિતિઓમાં કેટલીક સમાનતાઓ હોવા છતાં ન્યૂમને ભારપૂર્વક જણાવ્યું કે ૧૯૯૭ અને આજના સમય વચ્ચેના માળખાકીય તફાવતો સમાનતાઓ કરતાં ઘણા વધારે છે.
AI બની રહ્યો છે સૌથી મોટો ખતરો
૩૧ ઓગસ્ટના એક નોટમાં HSBCના મુખ્ય અર્થશાસ્ત્રી ફેડરિક ન્યૂમને એશિયન બજારોને લઈને મોટી ચેતવણી આપી હતી. CNBCના અહેવાલ અનુસાર, તેમણે કહ્યું કે વૈશ્વિક બજારો ચેતવણીના સંકેતોનું મૂલ્યાંકન કરી રહ્યા છે ત્યારે એશિયા માટેનો અંતિમ ખતરો હવે નબળી બેંકિંગ સિસ્ટમમાંથી આગળ વધીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI તરફ અમેરિકાના વધતા ઝોક પરની ભારે નિર્ભરતા બની ગયો છે. તેમના મતે એશિયાના ઘણા દેશોની અર્થવ્યવસ્થા અમેરિકન ટેક કંપનીઓના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના મોટા ખર્ચે અને તેના કારણે વધતી ઇલેક્ટ્રોનિક્સ તથા સેમિકન્ડક્ટરની માગ પર નિર્ભર બની રહી છે.
કરન્સી માર્કેટ પણ આપી રહ્યું છે એલર્ટ
અર્થશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, કરન્સી માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલપાથલ પણ એક વધુ ચેતવણીનો સંકેત છે. એપ્રિલ ૧૯૯૭થી એપ્રિલ ૧૯૯૭ વચ્ચે જાપાનનું યેન અમેરિકન ડોલરની સરખામણીએ લગભગ ૫ ટકા નબળો પડ્યો હતું. યેન ૮૦થી ઘટીને સીધો ૧૩૦ પ્રતિ ડોલર સુધી પહોંચી ગયો હતો. હાલની સ્થિતિમાં જાપાની યેન જાન્યુઆરી ૨૦૨૧માં લગભગ ૧૦૩ પ્રતિ ડોલરના સ્તરથી ઘટીને જુલાઈમાં ૧૬૩ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ દરમિયાન લગભગ ૫૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આવી શકે મોટો આર્થિક ફટકો
અહેવાલ અનુસાર, ન્યૂમને કહ્યું છે કે જો અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને ઉધાર લેવાના અર્થમાં વધારાને કારણે અમેરિકનની હાઈપરસ્કેલ કંપનીઓની ડેટા સેક્ટર પરનો ખર્ચ ઘટાડવો પડે અથવા યેનની અસ્થિરતાને કારણે વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધે, તો એશિયાના નિકાસ કેન્દ્રો પર સીધી અને તાત્કાલિક અસર પડી શકે છે.ન્યૂસનના જણાવ્યા પ્રમાણે, આ અસર બેન્કોના ટ્રેડિંગ ફ્લોર પર અચાનક ઘટાડાના રૂપમાં નહીં, પરંતુ ટોયના થિપ ઉત્પાદકોના ઓર્ડર બુકમાં શાંત પરંતુ ઝડપથી ઘટાડાના સ્વરૂપમાં જોવા મળી શકે છે. એટલે કે, એશિયાના દેશો માટે સૌથી મોટો ખતરો હવે માત્ર બેંકિંગ અથવા કરન્સી પૂરતો મર્યાદિત નથી. AI આધારિત વૈશ્વિક ટેક ઉદ્યોગમાં જો માગ ઘટે, તો તેની અસર એશિયાના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ નિકાસ પર સીધી પડી શકે છે.