Loading Please Wait !!!
લોહાણા સમાજનો હવે રાજકીય અવાજ મજબૂત બનાવવાનો મંત્રઃ કાશ્મીરાબેન નથવાણી

સિટી ન્યૂઝ સાથે પ્રમુખ બન્યા બાદ ખુલ્લા મને વાતચીત

ક્યા વિચારો પર કામ કરશે

  • સમાજને દરેક પક્ષમાં રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટે આગોતરૂ આયોજન કરશું

  • સમાજની મહિલાઓને–સ્વાવલંબી બનાવવાનો પ્રયાસ

  • સમાજને જરૂરિયાતમંદ માટે આર્થિક વ્યવસ્થા ગોઠવવી અને હકદાર પરિવારને મદદ મળી શકે

  • યોગ્ય માર્ગદર્શનથી સમાજને એક મંચ પર કરી સમાજ કેમ આગળ વધે તે દિશામાં અસરકાર કામગીરી કરશું

કાશ્મીરાબેનના અનુભવોની યાદી

  • ભાજપ પૂર્વ કોર્પોરેટર

  • ભાજપ પૂર્વ ઉપપ્રમુખ

  • મેનેજિંગ ટ્રસ્ટી રામજી મંદિર ગોંડલ રોડ

  • પ્રમુખ જલારામ મંદિર ઘટેશ્વર

  • ડાયરેક્ટર રઘુવીર ક્રેડિટ સોસાયટી

  • ટ્રસ્ટી રઘુવંશી ચિલ્ડ્રન સો.

  • પૂર્વ મહિલા પ્રમુખ લોહાણા મહાપરિષદ

  • મહિલા મંત્રી લોહાણા મહાપરિષદ

  • પૂર્વ પ્રમુખ રાજકોટ લોહાણા મહાજન

  • પ્રથમ મહિલા પ્રમુખ રાજકોટ લોહાણા મહાજન

સિટી ન્યૂઝ@રાજકોટ

કોઈપણ સમાજના સર્વાંગી વિકાસ માટે મજબૂત સંગઠન અને યોગ્ય નેતૃત્વ અત્યંત આવશ્યક છે. કાશ્મીરાબેન નથવાણીના મતે લોહાણા સમાજ એક સ્વતંત્ર વિચારધારા ધરાવતો, સુશિક્ષિત અને વેપારી બુદ્ધિથી સમૃદ્ધ સમાજ છે. આ સમાજની વિશેષતા એ છે કે અહીં અન્ય સમાજોની જેમ ‘અંધ અનુસરણ કે ‘ગાડરિયો પ્રવાહ’ જોવા મળતો નથી. તેઓ માને છે કે ભલે સમાજમાં વ્યક્તિગત વિચારોને કારણે વિખેરાય હોય, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને એક મંચ પર એકત્રિત થવાથી નાના વેપારીઓ અને સામાન્ય પરિવારની મુશ્કેલીઓનો અસરકારક ઉકેલ મળી શકે છે.રાજકીય પ્રતિનિધિત્વ મુધે કાશ્મીરાબેન અત્યંત દુરંદેશી અભિગમ ધરાવે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે ચૂંટણીના સમયગાળામાં જ સક્રિય થવાને બદલે, ઓછામાં ઓછા દોઢથી બે વર્ષ અગાઉથી આયોજન કરવું જરૂરી છે. સમાજના પ્રતિભાશાળી, સક્રિય અને જીવતાવી ક્ષમતા ધરાવતા યુવાનો અને મહિલાઓને ઓળખી તેમને વિવિધ રાજકીય મંચ પર

આગળ ધપાવવાની જરૂર છે. તેમનું માનવું છે કે આગોતરા આયોજનથી જ સમાજનો રાજકીય અવાજ મજબૂત બની શકે અને યોગ્ય પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરી શકાય છે.આર્થિક સશક્તિકરણના ક્ષેત્રમાં, પાસ કરીને મહિલાઓ માટે, કાશ્મીરાબેહનનું વિઝન અત્યંત સ્પષ્ટ અને વ્યવહારુ છે. તેઓ સ્વીકાર કરે છે કે દરેક પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી હોતો. તેથી સરકારની વિવિધ યોજનાઓ અને અજાણી ચાન્ટ્સ સાથે સાથે સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓના સહયોગથી મહિલાઓને ઘરે બેઠા રોજગાર ઉપલબ્ધ

કરાવવા તેઓ પ્રતિબદ્ધ છે. સિલાઈ મશીન, બ્યુટી પાર્લર, તેમજ અન્ય ગૃહ ઉદ્યોગોની તાલીમ અને પ્રારંભિક આર્થિક સહાય દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવાનો તેમનો પ્રયાસ સમાજમાં નવી આશા જગાવે છે.સમાજ કલ્યાણના મુદ્દે કાશ્મીરાબેહનનો અભિગમ અત્યંત સંતુલિત અને વ્યવહારુ છે. તેઓ માને છે કે સમાજના ફંડનો ઉપયોગ માત્ર સાચા જરૂરિયાતમંદ માટે જ થવો જોઈએ. વ્યસનો કે બેદરકારીના કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે સહાનુભૂતિ હોવી જોઈએ, પરંતુ સમાજના સીમિત

સંસાધનોનો વ્યય કરવો યોગ્ય નથી. તેથી તેઓ આર્થિક સહાય માટે ચોક્કસ માપદંડો નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, જેથી યોગ્ય અને હકદાર પરિવારને જ મદદ મળી શકે.એકંદરે, કાશ્મીરાબેન નથવાણીના વિચારો માત્ર આદર્શવાદી નથી, પરંતુ જમીન સાથે જોડાયેલા અને વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને રચાયેલા છે. સામાજિક એકતા, રાજકીય જાગૃતિ, આર્થિક સ્વાવલંબન અને વ્યવહારુ અભિગમ આ ચારેય તત્વોનો સુંદર સમન્વય તેમના વિચારોમાં સ્પષ્ટપણે જોવા મળે છે.