સિટી ન્યૂઝે 16 જુલાઈ 2024માં કહ્યું હતું ભાજપ નેતાઓએ લોધિકામાં ગૌચરની જમીન પચાવી પાડી હતી
ભાજપ નેતાઓએ દબાવેલી 37 વિધા સરકારી અને ગૌચર જમીન મૂક્ત કરાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લા ભાજપમાં ચાલતો આંતરિક જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે એક મોટું જમીન કૌભાંડ સપાટી પર આવ્યું છે. રાજકોટના લોધિકા તાલુકામાં ભાજપના જ દિગ્ગજ નેતાઓ દ્વારા સરકારી અને ગૌચર જમીન પચાવી પાડવાનું કરોડોનું કૌભાંડ ઉજાગર થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરે કડક વલણ અપનાવીને ભાજપના નેતાઓના આ જમીન દબાણ પર બ્રેક મારી દીધી છે. લોધિકા ગ્રામ પંચાયત દ્વારા આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ સરકારી જરાબાની અને ગૌચરની જમીનનાં કૌભાંડ આયરીને સત્તાના જોરે DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર) ની કચેરીમાંથી ખોટી માપણી સીટ બેસાડી દીધી હતી. જો કે, કલેક્ટરે તાત્કાલિક એક્શન મોડમાં આવીને DILR નો આ વિવાદિત હુકમ રદ કરી દીધો છે અને ૩૭ વિધા જમીનને ફરીથી સત્તાવાર રીતે સરકારી અને ગૌચર જમીન જાહેર કરી દીધી છે. આ ગૌચર જમીન કૌભાંડમાં જિલ્લા ભાજપના આગેવાન મુકેશ તોગડિયા, લોધિકા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ કામાણી, કમલેશ વરુ અને અજય બાલધાએ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું ખૂલ્યું છે. ભાજપના જ નેતાઓએ પશુઓના ચરાણ માટેની ગૌચર જમીન દબાવી દીધી હોવાની વાત વાયુવેગે પ્રસરતાં પક્ષની આબરૂના ધજાગરા ઉડ્યા છે. હાલમાં કલેક્ટરના આ કડક આદેશથી લોધિકા ગ્રામ પંચાયત અને સ્થાનિક માલધારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, જ્યારે કૌભાંડી નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
- લોધિકામાં ગૌચર જમીનનું કૌભાંડ ! ગ્રામ પંચાયતે શરૂ કરી લડત
- 16 જુલાઈ 2024: સિટી ન્યૂઝ ગામ લોકોની મુલાકાત ઘટના સ્થળે જઈ રિપોર્ટ બનાવ્યો હતો
- લોધિકામાં ગૌચર જમીનનું કૌભાંડ ! ગ્રામ પંચાયતે શરૂ કરી લડત