હેલ્થ સેફ્ટી મામલે FSSAIનું કડક વલણ
- ખોટા દાવા નહીં ચાલે; એનર્જી ડ્રિંક્સ પર FSSAIની કડક કાર્યવાહી
- રેડ બુલ, સ્ટિંગ, કેમ્પા એનર્જી ડ્રિંક કંપનીઓને FSSAIની નોટિસ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ફૂડ રેગ્યુલેટર FSSAI એ રેડ બુલ અને પેપ્સિકો ઈન્ડિયા સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને ખોટી બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરતા દાવા બદલ નોટિસ ફટકારી છે. FSSAI એ કહ્યું કે તેઓ એનર્જી ડ્રિંક્સ માટે કોઈ ધોરણો સૂચિત કર્યા નથી.પીણા બ્રાન્ડ્સને નોટિસ ફટકારી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ બુધવારે ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે - FSSAI એ એનર્જી ડ્રિંક્સ હોવાનો દાવો કરતી ઘણી પીણા બ્રાન્ડ્સને નોટિસ ફટકારી છે, જેમાં તેમના પર ખોટી બ્રાન્ડિંગ અને ભ્રામક દાવા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.છ બ્રાન્ડ્સનો સમાવેશતેમાં કહેવામાં આવ્યું છે કે આ છ બ્રાન્ડ્સમાં રેડ બુલ એનર્જી ડ્રિંક, પેપ્સિકો એડ્રેનાલિન રશ એનર્જી ડ્રિંક, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનું કેમ્પા એનર્જી ડ્રિંક - ગોલ્ડ બૂસ્ટ, સ્ટિંગ એનર્જી ડ્રિંક, હેલ એનર્જી અને કોકા-કોલાનું મોન્સ્ટર એનર્જી ડ્રિંકનો સમાવેશ થાય છે.
ગ્રાહકોની ફરિયાદોના આધારે નોટિસમાં છ બ્રાન્ડ્સ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી ઉપલબ્ધ નહોતી. તાજેતરના દિવસોમાં, FSSAI એ ઘણા ફૂડ બિઝનેસ ઓપરેટરોને ખોટી બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરતા દાવાઓ અને જાહેરાતો માટે નોટિસ ફટકારી છે. તેવો ગ્રાહકોની ફરિયાદોના આધારે નોટિસ પણ ફટકારી છે.
- FSSAI નેસ્ટલે ઈન્ડિયા પાસે સ્પષ્ટતાની માંગ
- મેગીનો મસાલો ટેસ્ટમાં ફેલ
- ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકનું પ્રમાણ વધુ હોવાનો રિપોર્ટ સામે આવ્યો
ભારતમાં કરોડો લોકોની પસંદગી ગણાતી મેગી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી શકે છે. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્યરત એક કાર્યકર્તા દ્વારા કરાયેલા ખાનગી લેબ પરીક્ષણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મેગી મસાલાના નમૂનાઓમાં જંતુનાશકોનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતા વધુ નોંધાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પરીક્ષણના પરિણામોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મેગી મસાલાના નમૂનાઓ યુરોપિયન યુનિયનના કડક જંતુનાશક ધોરણો તેમજ ભારતીય ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે. પરીક્ષણમાં ખાસ કરીને કાર્બેન્ડિસિમ સલ્ફોક્સાઈડ, કાર્બેન્ડિલ અને સિમાટ્રીન જેવા ત્રણ જંતુનાશકોનું પ્રમાણ નિર્ધારિત મહત્તમ અવશેષ સ્તર (MRL) કરતા વધુ હોવાનું જણાવાયું છે.દાવા મુજબ, આ નમૂનાઓ યુરોપિયન સંસદ અને કાઉન્સિલના રેગ્યુલેશન (EC) નંબર ૩૯૬/૨૦૦૫ તેમજ કાઉન્સિલ ડાયરેક્ટિવ ૯૧/૪૧૪/EEC હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા નથી.
પરીક્ષણ કરનાર નિષ્ણાતે જણાવ્યું છે કે, આ તારણો ગ્રાહકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સંબંધિત ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે કે પરીક્ષણ કરનાર નિષ્ણાતે જણાવ્યું છે કે વિવિધ દેશોના ભૌગોલિક અને કૃષિ સંજોગોને ધ્યાનમાં લેતાં યુરોપિયન ધોરણો અને ભારતીય ધોરણોમાં તફાવત હોઈ શકે છે. જોકે, તેમની દલીલ અનુસાર પરીક્ષણ બે અલગ-અલગ લેબ પરીક્ષણોમાં ભારતીય ધોરણો મુજબ પણ જંતુનાશકોનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોવાનું સામે આવ્યું છે, જે વધુ ચિંતાજનક બાબત ગણાય છે.