લદ્દાખમાં આર્મીનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ
સિટી ન્યૂઝ@લદ્દાખ
પૂર્વી લદ્દાખમાં ભારતીય સેનાનું એક ચિત્તા હેલિકોપ્ટર ગંભીર રીતે ક્રેશ થયું. કાટમાળની તસવીરો જોઈને એવું માનવું મુશ્કેલ છે કે આ ઘટનામાં સવાર બધા જ બચી ગયા હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ૨૦ મેના રોજ બની હતી. અહેવાલો દર્શાવે છે કે આ ઘટનામાં હેલિકોપ્ટરને ભારે નુકસાન થયું હતું, પરંતુ તેમાં સવાર વરિષ્ઠ લશ્કરી અધિકારી બચી ગયા હતા. બે પાઇલટ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. સેનાએ હજુ સુધી આ અકસ્માતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક શ્યોક નદી નજીક એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. વિમાનમાં એક વરિષ્ઠ લશ્કરી અધિકારી સવાર હતા. હેલિકોપ્ટર સીધું ટેકરી પર ક્રેશ થયું હતું. ઘટના પછી તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, અને અધિકારીને સુરક્ષિત રીતે બહાર કાઢીને લેહ લાવવામાં આવ્યા હતા. પાઈલટને કેટલીક ઈજાઓ થઈ હતી. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી. સેનાએ આ મામલે આંતરિક તપાસ શરૂ કરી છે. એક ડિવિઝન કમાન્ડર - મેજર જનરલ રેન્કના અધિકારી અને બે પાઈલટ્સ હતા. ડિવિઝન કમાન્ડર સંપૂર્ણપણે સુરક્ષિત બચી ગયા, બંને પાઈલટ્સને કેટલીક ઈજાઓ થઈ હતી.