Loading Please Wait !!!
ઈરાન ઉપર હુમલાની તૈયારીમાં અમેરિકા

=> ઈરાન-ઓમાનના વિદેશ મંત્રીઓએ યુદ્ધ રોકવા પર વાતચીત કરી

સિટી ન્યૂઝ@ઇસ્તાનબુલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો વીકએન્ડ ગોલ્ફ કાર્યક્રમ રદ કરીને અચાનક વ્હાઈટ હાઉસ પાછા ફર્યા છે. આ પછી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવને લઈને અટકળો તેજ બની ગઈ છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, અમેરિકા ઈરાન વિરુદ્ધ નવા સૈન્ય હુમલાઓની તૈયારી કરી શકે છે. CBS ન્યૂઝે દાવો કર્યો છે કે ટ્રમ્પ પ્રશાસન સંભવિત નવા હુમલાઓની યોજના પર વિચાર કરી રહ્યું છે, જોકે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. અમેરિકી પ્રશાસન અને સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ પોતાના રજા અને હોલિડે કાર્યક્રમો રદ કરી દીધા છે.

આ દરમિયાન ઈરાનની સરકારી સમાચાર એજન્સી તસ્નીમે દાવો કર્યો કે ઈરાની સેના દુશ્મનની કોઈપણ મૂર્ખામીનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસો વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઓમાનના વિદેશ મંત્રી બદ્ગ અલબુસૈદી સાથે ફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ ક્ષેત્રમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિઓ અને યુદ્ધ રોકવા માટે ચાલી રહેલી રાજદ્વારા પ્રયાસો પર ચર્ચા કરી. વાતચીતમાં પ્રાદેશિક પરિસ્થિતિઓ, તણાવ ઓછો કરવા અને યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો અંગે બંને પક્ષોએ વાત કરી.