Loading Please Wait !!!
ચીનની કોલસાની ખાણમાં બ્લાસ્ટ 90 લોકોનાં મોત

સિટી ન્યૂઝ@બેઇજિંગ

ચીનના શાંક્સી પ્રાંતમાં એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૯૦ લોકોના મોત થયા. આ દુર્ઘટના ચીનમાં છેલ્લા એક દાયકાની સૌથી મોટી કોલસા ખાણ દુર્ઘટના માનવામાં આવે છે.

સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, વિસ્ફોટ શુક્રવારે શાંક્સી પ્રાંતના કિનયુઆન કાઉન્ટીમાં થયો હતો. આ વિસ્તાર બેઈજિંગથી લગભગ ૫૨૦ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલો છે. દુર્ઘટના પહેલા ખાણમાં કાર્બન મોનોક્સાઈડ ગેસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેના થોડા સમય પછી જોરદાર વિસ્ફોટ થયો.

વિસ્ફોટ થયો, તે સમયે ખાણની અંદર ૨૪૭ મજૂરો કામ કરી રહ્યા હતા. હજુ એ સ્પષ્ટ નથી કે કેટલા લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. રાહત અને બચાવ અભિયાન ચાલુ છે.

દુર્ઘટનાના તરત જ પછી શિન્હુઆએ પ્રારંભિક રિપોર્ટમાં માત્ર આઠ લોકોના મોતની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે ૨૦૦થી વધુ મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.