Loading Please Wait !!!
ચાર મહિલાઓને વાઘણે ફાડી ખાધી !

-> સવારે ટીમરૂના પાન એકઠા કરી રહેલી ચાર મહિલાના કરૂણ મોત

-> મહારાષ્ટ્રના ચંદ્રપૂર જંગલનો બનાવ

સિટી ન્યૂઝ@મહારાષ્ટ

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં શુક્રવારની સવારે એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. વાઘના હુમલામાં ટીમરુના પાન એકઠા કરી રહેલી ચાર મહિલાઓના મોત નીપજ્યા છે.  વન વિભાગના અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના જિલ્લા મુખ્ય મથકથી આશરે ૭૦ કિલોમીટર દૂર આવેલા સિંદેવાહી તહસીલના ગુંજેવાહી ગામ નજીક બની છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિલાઓનો એક સમૂહ જંગલ વિસ્તારમાં ટીમરુના પાન એકઠા કરવા માટે ગયો હતો. ટીમરુના પાનનો ઉપયોગ મુખ્યત્વે બીડી બનાવવા માટે કરવામાં આવે છે. તમામ મહિલાઓ જ્યારે જંગલમાં પાન એકઠા કરવાની કામગીરીમાં વ્યસ્ત હતી, બરાબર તે જ સમયે એક વાઘણે તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો. વાઘણના આ હિંસક હુમલામાં ચારેય મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, કુલ ૧૩ મહિલાઓ ટીમરુના પાન એકઠા કરવા માટે જંગલ વિસ્તારમાં ગઈ હતી. આ મહિલાઓ જ્યારે પાન તોડી રહી હતી, ત્યારે ત્યાં જ ઝાડીઓમાં સંતાઈને બેઠેલ એક વાઘણે તેમના પર અચાનક હિંસક હુમલો કરી દીધો હતો.