ડીઝલ માટે ખેડૂતોના રાતભર ઉજાગરા; આપે 1000 રૂપેડીનું જ
=> સિઝન સમયે સંકટ; ગામડાઓમાં ખેડૂતોની મૂશ્કેલીથી પરિસ્થિતિ તંગ
=> ખેડૂતોની સરકારને વિનંતી: ઓછામાં ઓછું 50 લિટર સુધી ડીઝલ આપો જેથી સિંચાઈની સમસ્યા દૂર થઈ શકે અને પાકને બચાવી શકાય
સિટી ન્યૂઝ@જસદણ
જસદણ પેટ્રોલ પંપ ખાતે રાત્રિના આઠ વાગ્યાથી ખેડૂતો સવાર સુધી ડીઝલ લેવા માટે આખી રાતનો ઉજાગરો કરે છે અને મળે છે માત્ર એક હજાર રૂપિયાનુ ડીઝલ. જે ખેડૂતોની વાડીમાં પાણી હોય છે તેવા ખેડૂત લોકો ઉનાળુ પાક પણ વાવતા હોય છે ત્યારે અત્યારે તેમની વાડીમાં વાવેલા પાકને પાણીનું પિયત કરવાનું હોય છે ત્યારે તેમાં ડીઝલની જરૂર હોય છે જો ટાઈમ સર વાડીમાં વાવેલા પાકને પાણી ન મળે તો તે પાક સુકાઈ જાય અને ખેડૂતોને રાતા પાણી એ રોવા નો વારો આવે પણ અત્યારે જાણે ડીઝલમાં દુકાળ પડી ગયો હોય તેમ ખેડૂતો ડીઝલ લેવા માટે પડા પડી કરી રહ્યા છે જસદણના આટકોટ રોડ પર આવેલા પેટ્રોલ પંપે બહુ જ મોટી સંખ્યામાં ખેડૂતો ગામડેથી પોતાના વાહન લઇ અને ડીઝલ લેવા માટે આવી ગયા છે વહેલી સવારે ડીઝલ મળશે કે નહીં તે પણ ખબર નથી તેમ છતાં આશા રાખી અને રાત્ર ઉજાગરા કરેશે અને મળે છે માત્ર એક હજાર રૂપિયાનું ડીઝલ. જસદણ તાલુકાના અનેક ગામડામાંથી ખેડૂતો પોતાનું વાહન લઇ અને ડીઝલ લેવા માટે આવતા હોય છે 15 થી 20 કિલો મીટર જેટલે ગામડેથી દૂર પોતાનું ટ્રેક્ટર લઈ અને ડીઝલ લેવા માટે આવતા હોય છે ત્યારે તેમાં 500 રૂપિયાનું ડીઝલ તો આવવા અને જવામાં બળી જતું હોય છે ખેડૂતો ગુજરાત સરકારને તેમજ ભારત સરકારને વિનંતી કરી રહ્યા છે કે ડીઝલ એક ખેડૂત ને 50 લિટર ની મર્યાદામાં આપવામાં આવે તો ખેડૂતોને બહુ સરળતા રહે અને એમના જે પાકને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળવાના કારણે પાણી નથી મળતું તે સમસ્યાનો હલ આવી જાય.