Loading Please Wait !!!
રામનાથપરામાંથી 4.099 કિગ્રા ગાંજા સાથે ત્રણની ધરપકડ

=> બોટાદ રહેતો બનેવી મિત્ર સાથે સાળીને ગાંજો સપ્લાય કરવા આવ્યો અને પોલીસ ત્રાટકી 
=> ગાંજો, રીક્ષા સહીત 3.34 લાખનો મુદામાલ 
=> કબ્જે: મહિલા અગાઉ મર્ડરમાં પકડાઈ ચુકી છે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના રામનાથપરા ગરુડ ગરબી ચોકમાં સાળીને ગાંજાની ડિલિવરી દેવા બોટાદથી આવેલા બનેવી સહીત ત્રણ પેડલરને એ ડિવિઝન પોલીસે દબોચી લઇ 2 લાખ 4 હજારનો 4 કિલો 99 ગ્રામ ગાંજો, રીક્ષા સહીત 3.34 સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરમાંથી નશાના દૂષણને નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અને સેવન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે.વી. વાઢિયાની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ.રાણા અને ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઈ વિરસોડીયા, સાગરભાઈ માવદીયા, ધર્મેશભાઈ પરમાર અને ધર્મેશભાઈ ખાંડેખાને રામનાથપરા ગરુડ ગરબી ચોક નજીક વીરાણી વાડી પાસે જાહેર રોડ પરથી ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ શખ્સો ઉભા છે

આ ચોક્કસ બાતમી આધારે ટીમે દરોડો પાડી બોટાદના સોહીલ ફીરોજ સીપાઈ, ફિરોજ હારુન ગાંજા અને રામનાથપરામાં રહેતી  શબાનાબેન ઉર્ફે શબુ અલી સુમરાની અટકાયત કરી રિક્ષાની જડતી લેતા 4.099 કિલો ગ્રામ ગાંજો જેની કિંમત રૂ.2,04,950 મળી આવતા પોલીસે ગાંજો, મોબાઈલ અને એક રીક્ષા મળી કુલ 3.34 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો સોહીલ બોટાદથી સાળી શબાનાને ગાંજો આપવા મિત્ર સાથે આવ્યો હતો અને પોલીસે પકડી લીધા હતા પકડાયેલ શબાના રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 2013માં થયેલ હત્યાના ગુનામાં ગાંધીગ્રામ પોલીસમાં પકડાઈ ચુકી છે સોહીલ સામે બોટાદમાં  દારૂના બે ગુના અને ફિરોજ વિરુદ્ધ બોટાદમાં દારૂનો એક ગુનો નોંધાઈ ચુક્યો છે.