સાધુમાં સેક્સનો `કિડો' બાળક પાસે હસ્તમેથૂન કરાવ્યું?
સિટી ન્યૂઝ@અમદાવાદ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલું ભારતી આશ્રમ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક કથિત અશ્લીલ વીડિયો વાયરલ થતા આશ્રમ અને તેમાં સંકળાયેલા એક સાધુ અંગે ચર્ચાઓ તેજ બની છે. વીડિયોમાં એક યુવક સાથે અયોગ્ય હરકતો થતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ ઇકાભારતી નામના સાધુ છે. જોકે, વીડિયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. વીડિયો ખરેખર સરખેજ સ્થિત ભારતી આશ્રમનો છે કે અન્ય કોઈ સ્થળનો, તે બાબતે પણ સ્પષ્ટતા થઈ નથી. આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ અથવા સંબંધિત સત્તાધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. બીજી તરફ, વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે અને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભારતી આશ્રમ વિવિધ કારણોસર વિવાદોમાં આવી ચૂક્યું છે. હાલ વાયરલ વીડિયો મામલે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે, પરંતુ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા સત્તાવાર તપાસ અને પુષ્ટિની રાહ જોવી જરૂરી છે. સિટી ન્યુઝ વાયરલ વીડિયોની સત્યતા અથવા સ્થળ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.