Loading Please Wait !!!
કષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વાઘા અને ગુલાબનો દિવ્ય શણગાર

વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા ધારણ કરાવી ગુલાબના ફૂલોથી દિવ્ય અને મનમોહક શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસનને વિવિધ રંગના ગુલાબના ફૂલોથી શણગારી ફૂલો વડે જય શ્રી રામ લખવામાં આવ્યું હતું. સવારે ૫:૩૦ કલાકે પૂજારી સ્વામીએ મંગળા આરતી અને ૧:૦૦ કલાકે શણગાર આરતી કરી હતી. અનેક ભક્તોએ દાદાને ધજા અર્પણ કરી હતી. દાદાના આ અલૌકિક શણગારના પ્રત્યક્ષ તેમજ ઓનલાઇન દર્શન કરી મોટી સંખ્યામાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી.