કાંપુરમાં ટ્રેઈની વિમાન ક્રેશ બેનાં મોત
ગુજરાતના પાયલટ અને કર્ણાટકના ટ્રેનરનું મોત
» પ્લેનમાં અચાનક ધડાકો થયો પછી નીચે પડ્યું
સિટી ન્યૂઝ@કાનપુર
કાનપુરમાં ગુરુવારે સવારે ૧૧:૫૦ વાગ્યે એક ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું. અકસ્માતમાં વિમાન ઉડાવી રહેલા પાયલટ અને ટ્રેનિંગનું મોત થયું. આ દુર્ઘટના ગંગા બેરેજ પાસે થઈ. જે સમયે વિમાન હવામાં ડગમગ્યું, ત્યારે તે લગભગ ૧૦૦ ફૂટ ઉપર હતું. બેલેન્સ ગુમાવ્યા બાદ વિમાન વૃક્ષો સાથે અથડાઈને નીચે પડ્યું. પછી જોરદાર ધડાકો થયો.
દુર્ઘટના સ્થળે સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લગભગ ૧૨:૧૫ વાગ્યે પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી. વિસ્તારથી ઘેરી લીધી. પોલીસે લોહીલુહાણ પાયલટ સચિન ભાટિયા (ગુજરાત) અને ટ્રેની અભિષેક પૂજારી (કર્ણાટક)ને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.