Loading Please Wait !!!
કાલે રક્ષાબંધનના દિવસે મહિલાઓને સિટી બસ, BRTSમાં ફ્રીમાં મુસાફરી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ કોર્પોરેશન દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારે લઈ ૨૮ ઓગસ્ટ, શુક્રવારના રોજ શહેરી મહિલાઓ માટે તમામ સિટી તેમજ BRTS બસમાં સંપૂર્ણ નિશુલ્ક મુસાફરીની ભેટ જાહેર કરવામાં આવી છે. આ દિવસે મહિલાઓ દિવસ દરમિયાન કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. જો કે પુરુષ મુસાફરોએ રાબેતા મુજબ નિશ્ચત દરની ટિકિટ લેવાની રહેશે.

મનપા દ્વારા તહેવારની શુભેચ્છાઓ પાઠવવાની સાથે તમામ મહિલાઓને સુવિધાઓ મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. દર વર્ષેંપરંપરા જાળવી રાખવા લેવાયેલા આ નિર્ણયથી આ પાવન પર્વ બહેનોને સિટી અને BRTS બસમાં મુસાફરી માટે કોઈ ભાડું ચૂકવવું પડશે નહીં. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન અથવા બહેનેવા પવિત્ર તહેવારનું વિશેષ ધાર્મિક અને સામાજિક મહત્વ રહેલું છે.