રાજકોટમાં ખાંડના ડિલરો અને વેપારીઓને ત્યાં પુરવઠાના દરોડા
ડિલર દીઠ 400 ટનથી સ્ટોક મર્યાદા રાખી
સિટી ન્યૂઝ@રાજકોટ
ખાંડના વધતા ભાવઓને નિયંત્રણમાં રાખવા તથા સંગ્રહોરી અને કાળાબજાર અટકાવવા માટે સરકારે ખાંડ ઉપર સ્ટોક મર્યાદા લાવી દીધી છે. પુરવઠા વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ખાંડ ઉપર ડિલર દીઠ ૪૦૦ ટનની સ્ટોક મર્યાદામાં રાખી છે. મર્યાદાથી વધુ કોઇ ડિલર ખાંડ રાખી શકશે નહીં.
આ બાબત સત્તાવાર પરિપત્ર રાજકોટ સહિત દરેક જિલ્લાનાં પુરવઠા અધિકારીઓને પણ પાઠવી દેવાયો છે અને સ્ટોક મર્યાદાનાં ચુસ્ત અમલ માટે સઘન ચેકિંગનાં આદેશો પણ આપી દેવાયા છે.
દરમિયાન રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે ખાંડનાં દરેક ડિલરો, હોલસેલરો અને મોટા રીટેલરોને સ્ટોક મર્યાદાનાં પગલે ૪૦૦ ટનથી વધુનો સંગ્રહ કરી શકશે નહીં.
ઝાંપડાએ વધુમાં જણાવેલ હતું કે, સ્ટોક લીમીટની અમલવારી માટે પુરવઠા વિભાગ દ્વારા આજથી જ કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે અને પુરવઠા, મામલતદારો વિગેરેની ૧૫ ટીમોએ બપોરથી શહેરે અને જિલ્લાભરમાં ચેકીંગ માટે સ્થાના કરી દેવાઇ છે.
તંત્રની ટીમોએ આજથી જ શહેર અને જિલ્લાભરનાં ખાંડનાં ડિલરો, હોલસેલ વેપારીઓ તથા મોટા રીટેલરોને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.