Loading Please Wait !!!
2001 પછી ગુજરાત દુકાળ મુક્ત બન્યું: અમિત શાહ

  • અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
  • અમરેલીમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 4 કરોડથી વધુના ખર્ચે નિર્માણ

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજી ધોળકિયા સંચાલિત 'ધોળકિયા ફાઉન્ડેશન' દ્વારા ૪ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા ગુજરાત ગૌરવ સરોવરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. ૮૦ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા અને ૨૩ કરોડ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ સરોવરના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહએ જણાવ્યું હતું કે, સવજીભાઈએ આત્માને અદ્ભુત શાંતિ મળે તેવું કાર્ય કર્યું છે. વર્ષ ૨૦૦૧ પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં જળસંચયના અભૂતપૂર્વ કામો થયા છે, જેના લીધે છેલ્લા ૨૫ વર્ષથી રાજ્યમાં એક પણ વાર દુકાળ નથી પડ્યો રાજ્યમાં અહટ અને કારણે ખેતી કરવી મુક્ત થયું છે.દુધાળા અને આસપાસના વિસ્તારમાં વર્ષ ૨૦૧૭થી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચયની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે આ સમગ્ર પંથક ખારાપાટ તરીકે ઓળખાતો અને પાણીની અછતના કારણે ખેતી કરવી મુશ્કેલ હતી. ગાધડિયા નદી વિસ્તારમાં પાણીના જથ્થો નહિવત હોવાથી ખેડૂતોની જમીનો સૂકી રહેતી હતી.ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના સહયોગથી નદી-નાળામાં પાણી રોકવા માટે ચેકડેમ અને સરોવરો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

ગાધડિયા નદી વિસ્તારમાં આશરે ૫૦ કિલોમીટરના પટ્ટામાં અલગ-અલગ સ્થળોએ ૪૦ જેટલા ચેકડેમ અને સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા દુધાળા નજીક સરોવર અને તળાવો ઊંડા કરી જળસંચય માટે શરૂ કરાયેલું અભિયાન હવે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વિસ્તર્યું છે. સંસ્થા દ્વારા કુલ ૨૦૮ જેટલા સરોવર નિર્માણના કામ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ૧૬૮ સરોવરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અમરેલી ઉપરાંત કચ્છ, મહીસાગર, સિદ્ધપુર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં જળસતોને ઊંડા કરવા અને પાણી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ૨૦૦૧માં નરેન્દ્રભાઈના આવ્યા પછી ૨૫ વર્ષમાં ગુજરાત દુકાળ નથી પડ્યો તેમ અમિત શાહએ જણાવ્યું હતું. આ પંથકમાં જે કામ થયું છે તે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રેરણા પૂરી પાડશે.સુરતથી ડાંગ, ઉચ્છલ, ત્યાંથી રાજસભામાં સાંસદ ગોવિંદ ધોળકિયા ફાઉન્ડેશન એ ૧૧૦૦ હનુમાનજી મંદિર બનાવ્યા.