ઓલિમ્પિકમાં ભારતની ભાગીદારી વધારવી પડશે: PM
- PM મોદીએ કહ્યું જે ખેલે, તે ખીલે
- ખેલો ઈન્ડિયા ડાયલોગમાં PMએ કહ્યું યુવાનોને સ્કીન કરતા વધુ પ્લેગ્રાઉન્ડ જોઈએ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ૧,૫૦૦થી વધુ સ્થળોએ યુવાનો અને ખેલાડીઓ સાથે ચર્ચ્યુઅલ સંવાદ કર્યો. તેમણે કહ્યું કે મેં ૧૫ ઓગસ્ટે દેશ સમક્ષ સ્પોર્ટ્સ વિઝન રજૂ કર્યું હતું. આ માત્ર મેડલ જીતવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ વિકસિત ભારતનું નિર્માણ કરવા અને દેશની રમતગમત શક્તિ વધારવાનું અભિયાન છે. તેમણે કહ્યું કે ઓલિમ્પિક્સમાં ૨૦થી વધુ રમતોમાં ભારતની ભાગીદારી રહી નથી. ઓલિમ્પિક્સમાં ભારતની ભાગીદારી વધારવી પડશે. PMએ કહ્યું - હું હંમેશા કહું છું - જે ખેલે, તે ખીલે. રમત માત્ર મેદાનમાં જીતવાનું નથી, પરંતુ વ્યક્તિત્વને નિખારવાનું અને દેશનું ગૌરવ વધારવાનું માધ્યમ છે. ખેલાડીઓના નામથી જ તેમના રાજ્ય અને શહેરની ઓળખ થાય છે.
PMએ આ સાથે જ સૌને રાષ્ટ્રીય ખેલ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી. નેશનલ સ્પોર્ટ્સ ડે અને મેજર ધ્યાનચંદ પર- ૨૬ ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને યાદ કરવાનો દિવસ છે. લગભગ ૧૦૦ વર્ષ પહેલા ભારતીય સેનાની હોકી ટીમ ન્યૂઝીલેન્ડ ગઈ હતી, જેમાં ધ્યાનચંદ પણ સામેલ હતા. તેમના દ્વારા સ્થાપત ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોને આજે વધુ મજબૂત કરવામાં આવી રહ્યા છે. ઓલિમ્પિક્સમાં નવી રમત પર- દેશના દરેક જિલ્લામાં રમતગમતની પ્રતિભાઓની કોઈ કમી નથી. ઓલિમ્પિક્સમાં ભારત ઘણી રમતોમાં ભાગ જ નથી લેતું. ૨૦ થી વધુ રમતોમાં આપણી ભાગીદારી રહી નથી, જ્યારે બીજા દેશો તેમાં મેડલ જીતી રહ્યા છે. ભારતને નવી રમતોમાં પણ સિદ્ધિ મેળવવી પડશે.
સર્ફિંગ તેનું ઉદાહરણ છે. લાંબી દરિયાઈ તટેરના હોવા છતાં ભારત સર્ફિંગમાં હજુ દુનિયામાં દેખાતું નથી. આવી સંભાવનાઓ એ ઓળખવી જરૂરી છે. ૨૦૩૫ ઓલિમ્પિક્સ માટેની તૈયારી પર- ૨૦૩૫ ઓલિમ્પિક્સ માટે તૈયારી અત્યારથી જ ખેલાડીઓને તૈયાર કરવા પડશે. આ માટે ૫ વર્ષની ઉંમરથી ટેલેન્ટ હન્ટ દ્વારા બાળકોની રમતગમતનું ટેલેન્ટ ઓળખવામાં આવશે અને તેમને તે જ રમતની ટ્રેનિંગ આપવામાં આવશે. સરકાર ખેલાડીઓ સાથે ખભે ખભે મિલાવીને આગળ વધશે. ખેલો ઈન્ડિયા સંવાદ પર- સરકાર ૨૧મી સદીનું મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ખેલો ઈન્ડિયા સંવાદ આ માટે એક મહત્વપૂર્ણ મંચ છે. યુવાનો રમતગમત, ગર્વર્નન્સ અને વિકસિત ભારતને લઈને પોતાના સૂચનો આપી શકશે.