રાજકોટમાં ક્રિકેટ મેચ રમશે સહેવાગ અને દ્રવિડના પુત્રો
- આર્યવીર અને અન્વયનું ઇન્ડિયા U-19 ટીમમાં સિલેક્શન
- ભારત અને ઓસ્ટ્રેલિયાની U-19 ટીમ વચ્ચે 3 વન-ડે મેચ રાજકોટમાં રમાશે: 18 સપ્ટેમ્બરથી પ્રારંભ
સિટી ન્યૂઝ@રાજકોટ
પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરને પહેલીવાર ભારતની અંડર-૧૯ ટીમમાં પસંદ કર્યો છે. તેને ઓસ્ટ્રેલિયા સામે રમનારી ત્રણ વન-ડે મેચની સિરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું છે. ત્રણેય મેચ સપ્ટેમ્બરમાં રાજકોટમાં રમાશે. આર્યવીર રાઇટ-હેન્ડેડ બેટર છે અને હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં વેસ્ટ દિલ્હી લાયન્સ તરફથી રમી રહ્યો છે. આર્યવીરની સાથે રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને પણ વન-ડે ટીમમાં સામેલ કર્યો છે. અન્વય વિકેટકીપર-બેટર છે અને શ્રીલંકા પ્રવાસ પર ભારતની U-૧૯ ટીમ માટે ૮૭ રનની ઇનિંગ રમી ચૂક્યો છે.
જોકે, આર્યવીર અને અન્વય બંનેને ઓસ્ટ્રેલિયા સામે રમનારી બે મલ્ટી-ડે મેચની ટીમમાં સ્થાન મળ્યું નથી. આર્યવીર સેહવાગે તાજેતરમાં દિલ્હી પ્રીમિયર લીગની ૨૦૨૬ સીઝનમાં વેસ્ટ દિલ્હી લાયન્સ માટે રમ્યો છે. તે આ પહેલાં ૨૦૨૪માં કૂચ બિહાર ટ્રોફીમાં મોટી ઇનિંગ રમીને ચર્ચામાં આવ્યો હતો. તેને મેઘાલય સામે ૨૯૭ રન બનાવ્યા હતા.ભારત અને ઓસ્ટ્રેલિયાની U-૧૯ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. ત્રણેય મેચ રાજકોટમાં રમાશે. ત્રણેય મેચ સવારે ૯ વાગ્યે શરૂ થશે.ઓસ્ટ્રેલિયા સામે રમનારી U-૧૯ મેચમાં ગુજરાતના બે ખેલાડીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં વન-ડેમાં કાવ્ય પટેલને સલેક્ટ કર્યો છે,
જ્યારે મલ્ટી-ડે મેચમાં કુશ પટેલનું નામ છે. આ બંને પ્લેયર્સ GCA (ગુજરાત ક્રિકેટ એસોસિએશન) તરફથી રમે છે. વન-ડે સિરીઝ માટે લક્ષ્ય રાયચંદાણીને ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે યશવર્ધન ચૌહાણ વાઇસ-કેપ્ટન હશે. જ્યારે મલ્ટી-ડે મેચ માટે બંનેની ભૂમિકાઓ બદલાઈ જશે. યશવર્ધન કેપ્ટન અને લક્ષ્ય વાઇસ-કેપ્ટન થશે.ભારતને વન-ડે સિરીઝ પછી બે મલ્ટી-ડે ગેચ પણ રમવાની છે. પહેલી મેચ ૩૦થી ૩૦ સપ્ટેમ્બર સુધી રાજકોટમાં રમાશે. બીજી મલ્ટી-ડે મેચ પછી ૮ ઓટોબર સુધી અમદાવાદમાં B ગ્રાઉન્ડ પર રમાશે. રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને વન-ડે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવાની તક મળી છે. તેણે જુલાઈમાં શ્રીલંકા પ્રવાસ પર ભારતની U-૧૯ ટીમ માટે ૮૭ રનની ઇનિંગ રમી હતી. જોકે, આ વખતે તેને પણ મલ્ટી-ડે ટીમમાં સામેલ કર્યો નથી.