Loading Please Wait !!!
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ફાઇનલ; રૈયાણીને હરાવવાનો ગેમ પ્લાન ?

  • 15 બેઠકો માટે અગાઉ 36 ફોર્મ ભરાયા હતા 26 ફોર્મ પરત ખેંચાયા
  • 10 બેઠક બિનહરિફ હવે પાંચ બેઠક ઉપર ચૂંટણી યોજાશે
દરેક જૂથમાં સામ-સામે બે ઉમેદવારો મેદાનમાં રહેશે
 
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં પાંચ બેઠક પર ચૂંટણી થવાનું નક્કી કરાયું છે. ૧૫ બેઠક માટે અગાઉ ૩૬ જેટલા ફોર્મ ભરાયા હતા જેમાં ૨૬ ફોર્મ પરત ખેંચાયા છે. ૫ બેઠક પર ૧૦ ઉમેદવારો ચૂંટણી લડશે જેમાં દરેક જૂથમાં સામે સામે બે ઉમેદવારો મેદાનમાં રહેશે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની પ્રતિષ્ઠા દાવ પર હોવાનું સામે આવ્યું છે. અરવિંદ રૈયાણી સામે નીતિન ટોવટિયા ચૂંટણી લડશે જ્યારે વિજય સખીયા સામે પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા, બાબુ નસીત સામે હરજીભાઈ પીપડીયા ચૂંટણી લડશે. અનિરુદ્ધ સિંહ જાડેજા સામે નીતિન રૈયાણી ચૂંટણી લડશે અને મહેશ આસોદરીયા સામે ধીરુભાઈ રોકડ ચૂંટણી લડશે.

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ લોધિકા સહકારી સંઘ લિમિટેડની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ આમને સામને જંગ જેલી રહ્યા છે  જેમાં ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર પૂર્વ ચેરમાં નીતિન ઢોકિયાને હાલ સુધી ધારાસભ્ય જયેશ રાદડિયાનો ટેકો હતો અને તેમના પ્રતિસ્પર્ધી પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીને પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટનો ટેકો હતો. દરમિયાન સહકારી ક્ષેત્રના આ ચૂંટણીજંગમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે પણ ઝંપલાવ્યું છે અને નીતિન ઢોકિયાને

જીતાડવા પ્રયાસો આચાર્યનું સામે આવ્યું છે.૧૦ બેઠક બિનહરીફ થઈ છે અને પાંચ બેઠક ઉપર ચૂંટણી યોજાશે તે નિશ્ચિત બન્યું છે.જેતપુર વિધાનસભા બેઠકથી જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે ચાલતો રાજકીય જંગ સર્વવિદિત છે, દરમિયાન વિધાનસભાની ગત ચૂંટણીમાં ૬૮-પૂર્વ રાજકોટની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા ઉદય કાનગડની વિવાદમાં અરવિંદ રૈયાણીની કામગીરી કર્યાની ફરિયાદો પ્રદેશ સુધી પહોંચી હતી. આ બન્ને ઘટનાની પક્ષાદબૂવચ્ચે હાલ લડાઈ રહેલી રા.લો.સંઘની

ચૂંટણીમાં બરાબરનો રાજકીય જંગ જામ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ રૈયાણીએ ઉદય કાનગડ વિરુદ્ધ કામ કર્યું હોય હવે ધારાસભ્ય ઉદય કાનગડ રૈયાણીને હરાવવા મેદાને ઉતર્યા હોવાની ચર્ચા છે.આજે બપોરની સ્થિતિએ ૧૦ બેઠક ઉપર ફોર્મ પરત ખેંચાઈ ગયા છે, હવે પાંચ બેઠક માટે ચૂંટણી યોજાશે. જો કે ચેરમેન પદના પ્રબળ દાવેદાર મનાતા નીતિન ઢોકિયા સરદાર બેઠક ઉપરથી બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી અરવિંદ રૈયાણીએ ચેરમેન બનવા માટે

ચૂંટણીની વૈતરણી પાર કરવી પડશે.રા.લો.સંઘની ચૂંટણીમાં આ વખતે પાર્ટી મેનેજેટ આપનાર ન હોય તો જીતા વહી સિકંદર વાળી થશે. કુવાડવા, ખોપદલ, રૈયા-માધાપર, ત્રાંબા અને હલ્લેન્ડા બેઠક ઉપર ચૂંટણી જંગ જેલાશે. રા.લો.સંઘની ચૂંટણી અંગે માર્ગદર્શન આપવા આવેલા પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે પણ રાજકોટ શહેર જિલ્લા ભાજપમાં ચાલતી આંતરિક ખેંચાતાણી ભારે વ્યથિત થઈ ગયા હતા અને ગત સાંજે જ પરત કર્યા તેમ જણાવવામાં આવે છે.