Loading Please Wait !!!
દુનિયામાં સૌથી વધુ સાપ ભારતમાં કરડે છે; વર્ષે 13 લાખ લોકો શિકાર

  • શોધમાં ચોંકાવનારો ખુલાસોઃ ભારતમાં ચોમાસામાં સાપનો ખતરો વધારે
  • દુનિયામાં વર્ષે 70 લાખ સાપના ડંખની ઘટનાઓ બની 20 દેશોમાં 75% કેસ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી

ચોમાસાની સિઝનમાં દેશમાં સાપ કરડવાની ઘટનાઓ વધી જાય છે. પરંતુ, શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી વધુ સાપ ભારતમાં જ લોકોને કરડે છે. લિવરપૂલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના સંશોધકો અનુસાર, ભારતમાં દર વર્ષે લગભગ ૧૩ લાખ લોકો સાપ કરડવાની શિકાર બને છે. સંશોધકો દુનિયાના ૭૯ દેશોમાં જાન્યુઆરી ૨૦૦૭ થી માર્ચ ૨૦૨૫ સુધીના આંકડાઓનું વિશ્લેષણ કરીને આ તારણ પર પહોંચ્યા છે. ત્યાં જ જો આખી દુનિયાની વાત કરીએ તો દર વર્ષે લગભગ ૭૦ લાખ સાપ કરડવાની ઘટનાઓ બને છે. શોધ અનુસાર, દુનિયામાં સાપ કરડવાથી દર વર્ષે લગભગ ૨.૭૪ લાખથી ૫.૧૩ લાખ લોકોના મોત થાય છે. આફ્રિકામાં સહારા રણના દક્ષિણમાં સ્થિત આફ્રિકન દેશોમાં દુનિયાના લગભગ ૪૫% સાપ કરડવાના મામલા સામે આવે છે. અહીં થતા મૃત્યુની સંખ્યા પણ ઘણી વધારે છે. આનું મોટું કારણ તબીબી સુવિધાઓ ખાસ કરીને વિરોધી દવા (એન્ટી-વેનમ) ની અછત છે. સંશોધકોના મતે, આ ક્ષેત્રમાં સાપ કરડવાની સમસ્યા દક્ષિણ એશિયાની સરખામણીમાં લગભગ ત્રણ ગણી વધારે છે.

ભારત પછી ટોચના ત્રણ દેશ

દેશ ઘટનાઓ
નાઇજીરિયા લગભગ 6.66 લાખ
ઇન્ડોનેશિયા લગભગ 4.90 લાખ
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો લગભગ 4.67 લાખ