જુગારીએ ગરાસિયા યુવાનની હત્યા કરી !
રાજકોટમાં નાની વાતે ગોળીબારનો ખૂંખાર ખેલ
નાનામવામાં સ્પીડમાં બુલેટ હંકારતા બે ભાઈઓને ફડાકા ઝીંકી દેનાર યુવકની ઘરમાથી બોલાવી ગોળી મારી: દાદાની હાલત પણ ગંભીર
-
આરોપીઓ પોલીસ પકડમાં: નવલનગરના રણજીત વાળા, અભિમન્યુ રણજીત વાળા, રાજવીર રણજીત વાળા
-
પુત્રએ પપ્પાને કહ્યું પતાવી જ દ્યો, આપણું નામ કેમ લીધું !
-
મૃતક કૃષ્ણસિંહ જાડેજા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના નાના મવામાં રહેતાં કૃષ્ણસિંહ જાડેજા નામના યુવાન રાત્રે ઘર બહાર હતાં ત્યારે તેમને અભિમન્યુ વાળા નામના છોકરા અને અન્ય છોકરા સાથે બોલાચાલી થઈ હતી. આ છોકરાઓ વારંવાર શેરીમાંથી ફૂલ સ્પીડથી બુલેટ હંકારી નીકળતાં હોઈ, રેસ કરતાં હોઈ તેને કૃષ્ણસિંહ આ રીતે બુલેટ હંકારવાની ના પાડી હોઈ તો પણ સમજતાં ન હોઈ ગત રાત્રે પણ આ રીતે બુલેટ લઈ નીકળતાં અભિમન્યુ નામના છોકરાને આ બાબતે ઠપકો દેતાં તેણે ફોન કરી પોતાના ભાઈ રાજવીરને બોલાવતાં રાજવીરે આવી તેં કેમ મારા ભાઈ સાથે લપ કરી? કહી ગાળો દેતાં તેણે કૃષ્ણસિંહે બે-ત્રણ ઝાપટ મારી લેતાં બાદમાં અભિમન્યુના કહેવાથી તેના ભાઈ રાજદિપે ફોન કરી તેના પિતા રણજીત વાળાને બોલાવતાં રણજીત વાળાએ આવી બે ફાયર હવામાં ફાયર કરતા તેમને પેટ, માથામાં ગોળી ખૂંપી ગઈ હતી. આ વખતે તેમના પિતરાઈ દાદા રણજીતસિંહ ખુમાનસિંહ જાડેજા (ઉ.વ.૫૦) વચ્ચે પડતાં તેમને પણ બંદૂકના ફુંદા મારી માથામાં ઈજા કરી હતી. બંનેને ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં રણજીતસિંહે તબિબે દાખલ કર્યા હતાં અને કૃષ્ણસિંહને મૃત જાહેર કર્યા હતાં.
હત્યાના આ બનાવની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી. જે. ચૌધરી, એસીપી ક્રાઈમ ભરત બસીયા, તાલુકા પીઆઈ એસ. આર. મેઘાણી તેમજ ડી. સ્ટાફ, ક્રાઈમ બ્રાંચ, એસઓજીનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચ્યો હતો. તાલુકા પોલીસે આ બનાવમાં હત્યાનો ભોગ બનેલા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૩૨)ના માસીના દિકરા કુલદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૪૦-રહે. આશાપુરા ફુપ્પા, મોકાજી સર્કલ પાસે)ની ફરિયાદ પરથી નવલનગર વિસ્તારના રણજીત વાળા, તેના બે દિકરા અભિમન્યુ રણજીત વાળા અને રાજવીર વાળા તથા તપાસમાં ખૂલે તેની સામે ગુનો નોંધ્યો છે. કુલદિપસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું અને ખેતી કામ કરી ગુજરાન ચલાવું છું. બુધવારે તા. ૮ના રાત્રે નવક વાગ્યે હું જમીને અમારી શેરીમાં વોકિંગ કરવા નીકળેલ હતો. ત્યારે આશરે સાડા નવેક વાગ્યાના સુમારે શેરીમાં મારા માસીના દીકરા કણધસિંહ હરદેવસિંહ જાડેજા તથા ત્રણ છોકરા સાથે ઉભા હતા. જેથી હું ત્યાં ગયેલ તો આ કણધસિંહ ત્યાં છોકરા સાથે બોલાચાલી કરતા હતા. જેથી મેં પૂછતા મને જણાવેલ કે આ છોકરાઓ અવાર નવાર આ રોડ પરથી બુલેટ સ્પીડમાં ચલાવી નીકળે છે અને હલ્લાબોલ કરે છે તેમને રોડ પર બુલેટ ધીમે ચલાવવા બાબતે અવાર નવાર કહેલ છે તેમ છતાં તે બુલેટ લઈને નીકળે છે, અને આજે પણ બુલેટ લઈને નીકળેલ અને બુલેટ સ્પીડમાં રેસ કરતા હોઈ જેથી મેં તેમને રોદેલ હતા તેમ કહ્યું હતું.