Loading Please Wait !!!
રિવાજોનો રંગ; પરંપરાઓ હજુ જીવંત મોનસૂન માટે દેશભરમાં દેશી ટ્રિક્સ

વરસાદને મનાવવા અનોખા ‘ટોટકા’

સિટી ન્યૂઝ@રાજકોટ

ભારતમાં ચોમાસું માત્ર હવામાન બદલાવાની ઋતુ નથી, પરંતુ તે દેશની ખેતી, અર્થવ્યવસ્થા અને સામાન્ય જનજીવનની આશાઓનો આધારસ્તંભ છે, જ્યારે મેઘરાજા મહેર કરવામાં વિલંબ કરે છે અથવા લાંબા સમય સુધી દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામે છે, ત્યારે ભારતીય સમાજ વિજ્ઞાનની સાથે સાથે આસ્થા, લોકવાયકાઓ અને વર્ષો જૂની પરંપરાઓનો સહારો લે છે. દેશના અલગ-અલગ ભાગોમાં વરસાદને આગમન આપવા માટે આજે પણ એવી અનોખી અને રસપ્રદ વિધિઓ નિભાવવામાં આવે છે, જેને જાણીને ભલભલાને આશ્ચર્ય થાય. આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં પણ આ પરંપરાઓ लुप्त નથી, કારણ કે સમાજશાસ્ત્રીઓના મતે આ વિધિઓ લોકોને મુશ્કેલ સમયમાં એક માનસિક આધાર અને સામાજિક એકતાનો અહેસાસ કરાવે છે. આ પરંપરાઓનો સૌથી રસપ્રદ વળાંક ત્યારે જોવા મળે છે જ્યારે અતિવૃષ્ટિ થાય છે. મહારાષ્ટ્ર, યુપી અને અસમ સહિતના વિસ્તારોમાં એવી માન્યતા છે કે જ્યારે બહુ વધારે વરસાદ પડે અને રોકાવાનું નામ ન લે, ત્યારે લોકો અગાઉ પરણાવેલા દેડકા-દેડકીના વિધિવત છૂટાછેડા (ડાઈવોર્સ) પણ કરાવી દે છે, જેથી મેઘરાજા શાંત થઈ જાય અને વરસાદ બંધ થઈ જાય! આવી વિવિધતાઓ જ ભારતની સાચી સાંસ્કૃતિક ઓળખ છે, જ્યાં પ્રકૃતિ અને માનવજીવન એકબીજા સાથે અતૂટ શ્રદ્ધાથી જોડાયેલા છે.

ક્યાં રાજ્યમાં શું પ્રથા ઓ

  • ગુજરાત: કૂવામાં રોટલો પધરાવામાં આવે છે વરસાદ ખેંચાય ત્યારે વરુણ દેવને પ્રસન્ન કરવા ગામના કૂવામાં બાજરી કે જુવારનો રોટલો પધરાવવાની પ્રથા આજે પણ જોવા મળે છે. ઉપરાંત, સદીઓથી ગુજરાતના ખેડૂતો ટીટોડી પક્ષીના વર્તન અને ઈંડાની દિશા પરથી ચોમાસાનું સચોટ અનુમાન લગાવતા આવ્યા છે.

  • ઉત્તર પ્રદેશ: કાદવ સ્નાન કરવું અને રાત્રે હળ ચલાવવું દુષ્કાળ પડે ત્યારે ઇન્દ્રદેવને રીઝવવા મહિલાઓ મધ્યરાત્રિએ ખેતરમાં હળ ચલાવે છે. અમુક વિસ્તારોમાં લોકોએ કાદવથી નવડાવવામાં આવે છે અથવા બાળકોને ગળા સુધી કાદવમાં દાટવાની પ્રથા પણ છે.

  • બિહાર: ઇન્દ્રદેવની પૂજા અને દેડકાના લગ્ન કરાવવા બિહારમાં વરસાદ માટે મુખ્યત્વે ભગવાન ઇન્દ્રની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઉપરાંત, વરસાદ ખેંચાય ત્યારે દેડકા અને દેડકીના લગ્ન કરાવવાની પરંપરા અહીં ખૂબ પ્રચલિત છે. લોકો માને છે કે દેડકા અને વરસાદ વચ્ચે ઊંડો સંબંધ છે.

  • મધ્ય પ્રદેશ: ગધેડાની ભારત અને ગુલાબજાંબુની મિજબानी ઇન્દોર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ માટે ગહોડાના બદલે ગધેડા પર બેસાડી સરધસ કાઢવામાં આવે છે. કેટલાક ગામો તો ગધેડાને ગુલાબજાંબુ ખવડાવવાની કે એક વ્યક્તિને ગધેડા પર બેસાડી શ्मશાનમાં પ્રતીકાત્મક વાવણી કરવાની પ્રથા છે.

  • રાજસ્થાન: બાળકો દ્વારા લીમડાના પાનનો શણગાર રણપ્રદેશ રાજસ્થાનમાં વરસાદનું મૂલ્ય સૌથી વધુ છે. અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો પોતાના શરીર પર લીમડાના પાંડા લપેટીને ઘર-ઘર જાય છે અને મેઘરાજાને રીઝવવા માટે પરંપરાગત વરસાદના લોકગીતો ગાય છે.

  • આસામ: મંત્રોચ્ચાર સાથે દેડકાના લગ્ન કરાવવા આસામના લીલાછમ વિસ્તારોમાં પણ જ્યારે વરસાદ રૂઠે છે, ત્યારે વરસાદ રૂઠે માટે દેડકા-દેડકીના લગ્ન કરાવવામાં આવે છે, પરંતુ અહીં આ લગ્ન સંપૂર્ણપણે વૈદિક મંત્રોચ્ચાર, બારાત અને ભોજન સમારંભ સાથે એકદમ માણસોના લગ્ન જેમ જ ધામધૂમથી કરવામાં આવે છે.

  • ઓડિશા: ‘બેંગી નાની નાયા’ લોક પરંપરા ઓડિશાના પૂર્વ ભાગોમાં ખેડૂતો વચ્ચે ‘બેંગી નાની નાયા’ નામની લોક પરંપરા પ્રખ્યાત છે. આ વિધિમાં એક દેડકાને પક્ષીને અધા પાણી ભરેલા માટીના માટલામાં રાખવામાં આવે છે. ત્યારબાદ ढोल-નગારા અને લોકગીતો સાથે આખા ગામમાં તેનું સરધસ કાઢવામાં આવે છે અને પ્રાર્થના કરાય છે.