જે. ડબ્લ્યુ. મેરિયટની ગ્લોબલ બ્રેન્ડ એમ્બેસેડર બની ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય બચ્ચન સોશ્યલ મીડિયા પર બહુ સક્રિય નથી રહેતી પણ હાલમાં તેણે લાંબા સમય બાદ એક નવી પોસ્ટ શેર કરીને પોતાની સિદ્ધિ જણાવી છે. ઐશ્વર્યાને લક્ઝરી હોટેલ બ્રેન્ડ જે. ડબ્લ્યુ. મેરિયટની પ્રથમ ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી છે. ઐશ્વર્યાએ આ સમાચાર સોશ્યલ મીડિયામાં એક તસ્વીર સાથે શેર કર્યા છે. ઐશ્વર્યાએ આ તસ્વીર સાથે લખ્યું હતું, ‘હું હંમેશા માનતી આવી છું કે જીવનનો સાચો આનંદ એ પળોમાં છુપાયેલો હોય છે જેને આપણે દિલથી જીવીએ છીએ. જે આપણી યાદનો ભાગ બની જાય છે અને જેને આપણે હંમેશા સાચવી રાખીએ છીએ. મને એ જાણ કરતી વખતે ખૂબ ગૌરવ અને સન્માનની લાગણી થાય છે કે હું જે. ડબ્લ્યુ. મેરિયટ હોટેલ્સની પ્રથમ ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર તરીકે જોડાઈ રહી છું. જાનવી કપૂરની ફિલ્મ ‘પેઢી’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ રિલીઝના દિવસે જાહ્નવીએ દિવસની આધ્યાત્મિક શરૂઆત કરી હતી.