Loading Please Wait !!!
મુન્ની થઈ ગઈ 18 વર્ષની

‘બજરંગી ભાઈજાન’માં નાની મુન્નીનું યાદગાર પાત્ર ભજવનારી હર્ષાલી મલ્હોત્રાએ બુધવારે પોતાની ૧૮મી વર્ષગાંઠ ઊજવી હતી. તેણે આ ઉજવણીની કેટલીક સુંદર તસ્વીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે અને એમાં તે કેક કાપતી જોવા મળી રહી છે. પોતાની ૧૮મી વર્ષગાંઠની ઝલક શેર કરતાં હર્ષાલીએ લખ્યું હતું, ‘ચેપ્ટર ૧૮ : અનલોક્ડ. હવે હું ઑફિશ્યલી એડલ્ટ બની ગઈ છું, પરંતુ હજી પણ શીખી રહી છું. નવી શરૂઆત, મોટાં સપનાં અને ક્યારેય ન ભૂલાય એવી યાદો. ૧૮ વર્ષ પોતાને સમજવામાં પસાર કર્યા છે. હજી તો ઘણું સારું થવાનું બાકી છે. હર્ષાલીએ ૨૦૧૫ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં કામ કર્યું હતું. સલમાન ખાન સાથે તેના બૉન્ડિંગને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. ૧૮ વર્ષની હર્ષાલી હવે ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી રહી છે. સાઉથની ફિલ્મ ‘અંડા ૨’માં તેણે લીડ એક્ટ્રેસનો રોલ ભજવ્યો હતો.