61 વર્ષે આમિર ખાન 5 જુલાઈએ ત્રીજા લગ્ન કરશે
ગર્લફ્રેન્ડ ગૌરીને જીવન સંગીની બનાવશે
આમિર ખાને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટે સાથે લગ્નના સમાચાર ગુરુવારે કન્ફર્મ કર્યા. આમિરના આ ત્રીજા લગ્ન હશે. વેરાયટી ઈન્ડિયા સાથે વાત કરતા તેણે કહ્યું, ‘હું અત્યારે અમેરિકામાં છું. લગ્નના સમાચાર સાચા છે. અમારા લગ્ન ૫ જુલાઈએ થશે. થોડા મહિના પહેલા આમિરે કહ્યું હતું કે લગ્ન તેની પ્રાથમિકતા નથી અને તે ગૌરી સાથે આમ જ ખુશ છે, પરંતુ હવે તેનું કહેવું છે કે સમયની સાથે બંનેની ભાવનાઓ બદલાઈ ગઈ છે. આમિરે કહ્યું, ‘હવે અમને બંનેને લાગે છે કે અમારા સંબંધને આગલા સ્તર પર લઈ જવાનો સમય આવી ગયો છે. તેણે આગળ કહ્યું, ‘ગૌરી અને હું એકબીજા પ્રત્યે સીરીયસ છીએ. અમે એક પાવરફૂલ રિલેશનશિપમાં છીએ. મારા દિલમાં તો હું પોતાને પહેલાથી જ તેનો પતિ માનું છું. હવે આ સંબંધને લગ્નનું નામ આપવું એ અમારા સાથેની એક સ્વાભાવિક આગામી શરૂઆત છે. આમિરે પહેલા લગ્ન વર્ષ ૧૯૮૬માં ફિલ્મ પ્રોડ્યુસર રીના દત્તા સાથે કર્યા હતા. વર્ષ ૨૦૦૨માં રીનાથી અલગ થયા પછી આમિરે વર્ષ ૨૦૦૫માં ડિરેક્ટર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા.