Loading Please Wait !!!
કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટેમ 5 દિવસમાં શિક્ષણમંત્રીને હટાવો નહીં તો આંદોલન તેજ

દિલ્હીના જંતર–મંતરે 5 કલાક પ્રદર્શન ચાલ્યું

અભિજિત સાથે સોનમ વાંગચૂક પણ પ્રદર્શનમાં સામેલ થયા

અભિજિતે બાબા આંબેડકરના ફોટા સાથે ભારતમાં એન્ટ્રી કરી

સિટી ન્યૂઝ@રાજકોટ

NEET પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે કોકરોચ જનતા પાર્ટી, એટલે કે CJP એ શનિવારે દિલ્હીના જંતર-મંતર પર ૫ કલાક પ્રદર્શન કર્યું. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું કે મંત્રી આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં રાજીનામું આપે, નહીં તો આખા દેશમાં પ્રદર્શન કરવામાં આવશે. આવતા શનિવારે, એટલે કે ૧૩ જૂને જંતર-મંતર પર ફરી પ્રદર્શન કરશે. CJI ને જંતર-મંતર પર આજે સાંજે ૫ વાગ્યા સુધી પ્રદર્શન કરવાની પરવાનગી મળી હતી, પરંતુ લગભગ ૩ વાગ્યે જ અભિજિત અને સોનમ વાંગચુક ધરણા સ્થળ પરથી રવાના થઈ ગયા હતા. આ પછી પ્રદર્શન સમાપ્ત થઈ ગયું.

અભિજિત શનિવારે સવારે જ અમેરિકાથી દિલ્હી પાછા ફર્યા હતા. તેઓ એરપોર્ટથી સીધા જંતર-મંતર પહોંચ્યા હતા. અહીં અભિજિત આંબેડકરની આત્મકથા અને બંધારણની નકલ લઈને પહોંચ્યા હતા. દિલ્હીના જંતર-મંતરમાં પ્રદર્શન અભિજિત દીપકેની આગેવાની હેઠળ થયું હતું. સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પણ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ ઉપરાંત CJPના પ્રવક્તા આશુતોષ રાંકા પણ અભિજિત સાથે જોવા મળ્યા હતા. આશુતોષ IIT કાનપુરથી પાસ આઉટ છે. ગયા વર્ષે જ લંડનથી ભારત પાછા ફર્યા હતા. CJPના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ઇન્દિરા ગાંધી એરપોર્ટ, મુખ્ય રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને દિલ્હીના બોર્ડર પોઈન્ટ્સ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.