પ્રજ્ઞાનંદ નોર્વે ચેસ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય
ગોલ્ડન મોમેન્ટ; ફાઇનલમાં જર્મનીના વિન્સેન્ટને હરાવ્યા
સિટી ન્યૂઝ@ઓસ્લો
ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદે ઇતિહાસ રચતા નોર્વે ચેસ ૨૦૨૬નું ટાઈટલ જીતી લીધું છે. ૨૦ વર્ષીય પ્રજ્ઞાનંદ આ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
ફાઇનલ રાઉન્ડમાં તેણે જર્મનીના વિન્સેન્ટ કીમરને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી. ટૂર્નામેન્ટના છેલ્લા દિવસે પ્રજ્ઞાનંદ ૧૫ પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને હતો. તેણે ક્લાસિકલ મુકાબલો જીતીને ૩ પોઈન્ટ્સ મેળવ્યા અને કુલ ૧૮ પોઈન્ટ્સ સાથે ખિતાબ પોતાના નામે કરી લીધો.
ટૂર્નામેન્ટના છેલ્લા રાઉન્ડમાં અમેરિકન ગ્રાન્ડમાસ્ટર વેસ્લી સો ૧૫.૫ પોઈન્ટ્સ સાથે ટોચ પર હતો. પરંતુ તેની મેચ ડ્રો રહી અને નિર્ણય આર્માગેડન ટાઈબ્રેકમાં ગયો. આબાધી પ્રજ્ઞાનંદ માટે ખિતાબ જીતવાનો રસ્તો ખુલી ગયો. વેસ્લી સોએ ટાઈબ્રેકર તો જીતી લીધું, પરંતુ તેને ફક્ત ૧.૫ પોઈન્ટ્સ મળ્યા. આમ તેના કુલ ૧૭ પોઈન્ટ્સ થયા, જે પ્રજ્ઞાનંદ કરતાં એક ઓછા હતા. ફ્રાન્સના અલીરેઝા ફિરોઝા ૧૫.૫ પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને રહ્યો. છેલ્લા રાઉન્ડમાં મેગ્નસ કાર્લસને ગુકેશને હરાવ્યો, પરંતુ તે પણ ટાઈબ્રેકર જીતી શક્યા નહીં. કાર્લસન ૧૩ પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને રહ્યો.