હેલ્થકેરમાં ક્રાંતિ: નવી રાષ્ટ્રીય આરોગ્ય નિતી જાહેર
- ટાઈપ-1 ડાયાબિટીસ બાળકો માટે ઈન્સ્યુલિન હવે ફ્રી
સિટી ન્યૂઝ@ગાંધીનગર: આજે એટલે કે 30 એપ્રિલે કેન્દ્રીય આરોગ્ય ને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડાએ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ 2.0 હેઠળ ભારતના ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે નવી ગાઇડલાઇન એટલે કે નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ નીતિ પાછળ ગુજરાતના વિસનગરના જોષી પરિવારની આઠ વર્ષની મહેનત છે. પરિવારની બે દીકરીઓએ ડૉ. સ્મિતાબેન જોષી તથા ડૉ. શુક્લાબેન રાવલે ગુજરાત જ નહીં, ભારતભરના ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિશુલ્ક ઇન્સ્યુલિન સહિતની સારવાર મળે તે માટેનું બીડું ઝડપ્યું હતું. એ વાત પણ ખાસ છે કે અમેરિકા પણ ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને મફતમાં ઇન્સ્યુલિન આપતું નથી, જ્યારે ભારતમાં હવે દરેક બાળકને આ સારવાર સરકારી હૉસ્પિટલમાં ફ્રીમાં મળશે. આ નીતિ હેઠળ હવે ભારતની તમામ સરકારી જિલ્લા હૉસ્પિટલમાં વિના મૂલ્યે ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને ફ્રી ઈન્સ્યુલિન ઉપરાંત ફ્રી ગ્લુકોમીટર, ફ્રી સ્ટ્રીપ્સ, પ્સ, ફ્રી લેબોરેટરી ટેસ્ટ, ફ્રી મેડિકલ ચેકઅપ ફોર કોમ્પલીકેશન્સ જેવી સુવિધા મળશે. આ ઉપરાંત ભારતભરમાં આંગણવાડી તથા શાળાોમાં સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.