Loading Please Wait !!!
શાળાઓમાં 35 દિવસનું સમર વેકેશન જાહેર : સ્કૂલો બંધ; મજા શરૂ

  • સ્ટડી OFF; ફન ON 4મેથી 7 જૂન સુધી વેકેશન રહેશે 8 જૂનથી નવા સત્રની શરૂઆત

સિટી ન્યૂઝ@ગાંધીનગર : રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન અંગે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં તા. 04/05/2026 થી તા. 07/06/2026 સુધી કુલ 35 દિવસ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
પરિપત્ર મુજબ, તા. 08/06/ 2026થી શાળાઓ ફરી શરૂ થશે. આ નિર્ણય રાજ્યના તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં સમાનતા જળવાઈ રહે તે હેતુથી લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને વેકેશનના આ સમયપત્રકનો કડક અમલ કરાવવા સૂચના આપવામાં આવી છે.
સરકારે વધુમાં જણાવ્યું છે કે પ્રાથમિક અને માધ્યમિક બંને પ્રકારની શાળાઓ માટે વેકેશનની તારીખો એકસરખી રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આયોજનમાં સરળતા રહે. સાથે જ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં પણ આ નિયમ લાગુ પડશે.પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શૈક્ષણિક વર્ષ 2026 માટે D.El.Ed. પ્રવેશ પ્રક્રિયા અને અન્ય શૈક્ષણિક કામગીરીને ધ્યાનમાં રાખીને જરૂરી હોય તો સંબંધિત સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે અલગથી નિર્ણય લઈ શકશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઉનાળાની ગરમી દરમિયાન રાહત મળશે અને તેઓને આરામ તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે પૂરતો સમય મળશે.