Loading Please Wait !!!
પૂ.પ્રિતી સુધાજી મહાસતીજી કાળધર્મ પામ્યા

સિટી ન્યૂઝ@રાજકોટ
શ્રી સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘના સંસ્કાર ભારતી વાણીભૂષણ પૂ. પ્રીતિસુધાજી મહાસતીજી 83 વર્ષની ઉંમરે 64 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા.1-5-26ના રાત્રે 1-12 કલાકે પૂનામાં સંથારા સહિત સમાધિભાવે કાળધર્મ પામતા જૈન સમાજમાં શોક છવાયો છે.નાસિકમાં માતા શાંતાબેન અને પિતા ભીકમચંદજી સોનીના ગૃહાંગણે તા.1-8-1943ના જન્મેલા પૂ.પ્રીતિસુધાજી મહાસતીજીએ પોતાના રત્નકુક્ષિણી માતા પૂ.સુશીલકંવરજી મ.સ.સાથે પીપલગાંવમાં તા.7-3-1962ના આચાર્ય પૂ.આનંદઋષિજી મ.સા.ના હસ્તે પૂ. ઉજજવલકુંવરજી મ.સ.ની સમીપે જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરેલ. સંસ્કાર ભારતી પૂ.મહાસતીજીની પાલખી યાત્રા, શુક્રવારે બપોરે 4 કલાકે લોણીકંદ, ક્ષેત્રપાલ પ્રતિષ્ઠાન ખાતેથી લાખો લોકોને વ્યસન, માંસાહાર ત્યાગ કરાવનાર મહાસતીજીને પૂ.શ્રી ધીરગુરૂદેવે ગુણાંજલી અર્પણ કરેલ.