Loading Please Wait !!!
જન્માષ્ટમીથી નવરાત્રિ સુધી વરસાદ તાંડવ મચાવશે ? તહેવારોમાં ભીંજાશે ગુજરાત

  • દેશમાં સામાન્ય કરતા 38% ઓછો વરસાદ
  • જૂલાઈમાં સામાન્ય 15 ઓગસ્ટથી ઓક્ટોબર સુધી વરસાદ ભૂક્કા બોલાવશે
  • 36 કલાક પછી ચોમાસુ ફરી ગતિ પકડી શકે છે

સીટી ન્યૂઝ@અમદાવાદ

ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાની ૧૫ જૂન વીતી ચૂકી છે. ખેડૂતો વાવણીની તૈયારી કરીને બેઠા છે પણ વાવણી લાયક વરસાદની રાહ છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ વર્ષના ચોમાસાને લઈ મહત્વની આગાહી કરી છે. તેમના મતે આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે અને ચોમાસું પણ મોડું બેસશે. પરંતુ, સાથે કહ્યું છે કે, લોકો અને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. જૂન-જુલાઈમાં રાજ્ય દર વર્ષની માફક ઓછો વરસાદ થશે.

પરંતુ, ૧૫ ઓગસ્ટ બાદ વરસાદનો જે રાઉન્ડ આવશે તે આખા વર્ષનું ચિત્ર બદલી નાખશે. પરેશ ગોસ્વામીએ અલનીનોની ભારત અને ગુજરાત પર થનારી અસરોને લઈ પણ મહત્વની વાત કરી હતી.ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ જૂન આસપાસ ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ, આ વર્ષે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોથી ચોમાસું આગળ વધ્યું ન હોય હજુ ગુજરાતમાં પ્રવેશ થયો નથી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચેલું નૈઋત્ય ચોમાસું હાલમાં નિષ્ક્રિય બન્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ મજબૂત હવામાન પ્રણાલી સક્રિય ન હોવા અને પવનની વધુ ઝડપને કારણે ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા અટકી ગઈ છે. તેમણે જણાવ્યું કે આગામી ૨૪થી ૩૬ કલાકમાં ચોમાસું ફરી ગતિ પકડી શકે છે અને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે. આ દરમિયાન રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ નોંધાયા છે. જોકે આ વરસાદ ખેતી માટે વાવણીલાયક નહીં હોય અને તેની તીવ્રતા સામાન્ય રહેવાની શક્યતા છે. પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે વરસાદના ત્રણ રાઉન્ડની આગાહી કરી છે. પ્રથમ હળવો રાઉન્ડ હાલમાં ચાલી રહ્યો છે. બીજો રાઉન્ડ ૨૨થી ૨૫ જૂન દરમિયાન સક્રિય બનશે, જે દરમિયાન રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ત્યારબાદ ૨૮ જૂનથી ૩ જુલાઈ સુધીનો ત્રીજો રાઉન્ડ ખૂબ જ મજબૂત સાબિત થઈ શકે છે. પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું નહીં રહે, પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષની સરખામણીએ વરસાદમાં ૧૫થી ૨૦ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં સરેરાશ ૯૦થી ૯૩ ટકા જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અલનીનો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે હાલમાં અલનીનોનો પ્રભાવ ભારતના ચોમાસા પર ગંભીર રીતે જોવા મળતો નથી, પરંતુ આગામી મહિનાઓમાં તે મજબૂત બનવાની સંભાવના છે. વૈશ્વિક સ્તરે સુપર અલનીનોની ચર્ચા ચાલી રહી છે, જે હવામાન પર વ્યાપક અસર કરી શકે છે.

  • 14 જિલ્લામાં યલો એલર્ટ જારી
  • ગોંડલ, જામનગર, અમરેલીમાં વરસાદ શરૂ
  • બનાસકાંઠામાં વીજ તાર પડતા પિતા–પુત્રના મોત

સીટી ન્યૂઝ@અમદાવાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ૧૭ જૂનના રોજ રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ રાત્રિના વરસાદી માહોલ છવાયો હતો અને સામાન્ય છાંટા વરસ્યા હતા. આજે વહેલી સવારથી ગોંડલ, જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થતાં લોકોને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે.

બીજી તરફ બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામેથી દુખદ ઘટના સામે આવી છે. ગત રાત્રે ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા.હાલમાં પવન અને વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યના તાપમાનમાં ૨ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે.