ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ નિયમોમાં બદલાવની તૈયારી!
-
ઓનલાઈન ફ્રોડના વધતાં કેસોને અટકાવવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
-
ગ્રાહકોને પેમેન્ટ કરતી વખતે કોઈપણ પ્રકારની મોટી અસુવિધા ન થાય તેની તકેદારી રખાય છે.
-
આરબીઆઈ અને બેંકો વચ્ચે સુરક્ષા અને સરળતા વચ્ચે સંતુલન જાળવવાની કોશિશ છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ફ્રોડના વધતાં જતા કેસોને જોતાં આગામી સમયમાં તમારી યુપીઆઈ (UPI) અથવા ડિજિટલ પેમેન્ટ કરવાની રીતમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સુરક્ષા વધારવાના હેતુથી પેમેન્ટમાં એક કલાકની રાહ જોવાનો નિયમ લાગુ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જો કે, આ પ્રસ્તાવ સામે બેંકોએ તેના બદલે ગ્રાહકોને 'હા' અથવા 'ના' (Yes/No) નો વિકલ્પ આપવાનું સૂચન કર્યું છે, જેથી સુરક્ષા પણ જળવાઈ રહે અને ગ્રાહકોને કોઈ અસુવિધા ન થાય.
બેંકોએ તેનાં બદલે `હા' અથવા `ના' (Yes/No) નો વિકલ્પ આપવાનું સૂચન કર્યું છે. ભારતમાં થતી બેંક ઓનલાઈન પેમેન્ટમાં થતી છેતરપિંડી રોકવા માટે બેંકો વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ કરી રહી છે. બેંકો સુરક્ષા પણ વધારવા માંગે છે અને ડિજિટલ પેમેન્ટમાં ગ્રાહકોને કોઈ મોટી અસુવિધા પણ ન થાય તે પણ ધ્યાન રાખવા માંગે છે.
શું છે સૂચન?
ઘણી બેંકોએ સૂચન આપ્યું છે કે પેમેન્ટના સોફ્ટવેરમાં એક નાનો ફેરફાર કરવામાં આવે. તેના હેઠળ જ્યારે તમે કોઈને પૈસા મોકલશો, તો એપ પર એક મેસેજ (પ્રોમ્પ્ટ) આવશે. તેમાં તમને પૂછવામાં આવશે કે શું પૈસા મોકલવા છે?
જો તમે હા (Yes) પસંદ કરશો, તો પૈસા તરત પહોંચી જશે. જો તમે ના (No) કહેશો, તો પેમેન્ટ કેન્સલ થઈ જશે. અને જો તમે જવાબ નહીં આપો, તો પૈસા એક કલાકની રાહ પછી સામેવાળાના ખાતામાં પહોંચશે.
મેસેજની સિસ્ટમ?
બેંકનું કહેવું છે કે આ 'હા-ના' વાળો મેસેજ દર વખતે આવવો જોઈએ નહીં. તે ફક્ત ત્યારે જ આવે જ્યારે સિસ્ટમને કંઈક ગરબડ લાગે. જેમ કે રાત્રે 2 વાગ્યે પૈસા મોકલવામાં આવી રહ્યાં છે, અથવા એવા વ્યક્તિને પૈસા મોકલવામાં આવી રહ્યાં છે જેને તમે પહેલાં ક્યારેય મોકલ્યાં નથી. અથવા કોઈ એવા બેંક ખાતામાં પૈસા જઈ રહ્યાં છે જે હમણાં જ ખોલવામાં આવ્યું છે. કેટલીક બેંકોએ સૂચન આપ્યું છે કે 10,000 રૂપિયાની મર્યાદા વધારીને 20,000 અથવા 25,000 રૂપિયા કરવી જોઈએ.
કોના પર લાગું થશે?
હાલમાં આ નિયમ સામાન્ય લોકો વચ્ચે થતી લેવડ-દેવડ (P2P) માટે નથી. તે ફક્ત દુકાનો પર થતાં પેમેન્ટ (ઙ2ખ) માટે છે. ઘણાં નાનાં દુકાનદારો કરંટ એકાઉન્ટને બદલે પોતાનાં સેવિંગ એકાઉન્ટના ચછ કોડ પર પૈસા લે છે, તેમનાં પર પણ અસર પડી શકે છે.
આરબીઆઈનો પ્રસ્તાવ શું છે?
આ સૂચન આરબીઆઈના તે પ્રસ્તાવના જવાબમાં આવ્યું છે જેમાં કેન્દ્રીય બેંકે છેતરપિંડી રોકવા માટે `મોડા પૈસા પહોંચાડવાની' વાત કરી હતી. આરબીઆઈ ઈચ્છે છે કે બનાવટી કોલ અથવા ડર-ધમકી આપીને કરાવવામાં આવતાં પેમેન્ટને રોકવા માટે પૈસા તરત ક્રેડિટ થવાને બદલે થોડો સમય પછી પહોંચે. પરંતુ બેંકોને ડર છે કે જો પેમેન્ટમાં એક કલાકનો વિલંબ થશે, તો લોકો ડિજિટલ પેમેન્ટ છોડીને ફરી રોકડનો ઉપયોગ કરવા લાગશે.
છેતરપિંડીના કેસ
આંકડા જણાવે છે કે ડિજિટલ છેતરપિંડીના કેસ 2021 માં 2.6 લાખ હતાં, જે 2025 માં વધીને 28 લાખ સુધી પહોંચી ગયાં. આ દરમિયાન છેતરપિંડી કરાયેલી રકમ પણ 551 કરોડથી વધીને 22,931 કરોડ થઈ ગઈ છે.