Loading Please Wait !!!
ગ્રુપ સ્ટેજમાં શાનદાર દેખાવ કરી રાજકોટની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં

બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફીમાં જામનગરને 21-0, છોટાઉદેપુરને 25-0 અને મહેસાણાને 5-0થી હરાવ્યું

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ઉપલી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી-૨૦૨૬ જુનિયર બોય્ઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ જિલ્લાની ટીમે ગ્રુપ સ્ટેજમાં અત્યંત શાનદાર અને दमदार દેખાવ કરીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

ગુજરાતના કુલ ૨૩ જિલ્લાઓની ટીમો વચ્ચે યોજાઈ રહેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રાજકોટની ટીમે મજબૂત જૂથમાં જામનગર, છોટાઉદેપુર અને મહેસાણા જિલ્લાની ટીમો સામે રમવાનું

હતું. રાજકોટની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવીને પોતાના પ્રતિસ્પર્ધીઓને કોઈ તક આપી નહોતી. ૨૦ જુલાઈએ રમાયેલી પ્રથમ ગેમમાં જામનગરને ૨૧-૦થી, ૨૧ જુલાઈએ છોટાઉદેપુરને ૨૫-૦થી અને ૨૨ જુલાઈએ મહેસાણાને ૫-૦થી હરાવીને જૂથમાં અજય રહી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

ટીમના આ પ્રદર્શનને કોચિંગ સ્ટાફ અને ફૂટબોલ નિષ્ણાતો દ્વારા અત્યંત પ્રશંસનીય ગણાવવામાં આવ્યું છે. સતત ત્રણ ગેમોમાં વિશાળ અંતરથી જીત મેળવીને રાજકોટની ટીમે ટુર્નામેન્ટમાં

પોતાની મજબૂત दावेદારી રજૂ કરી છે. હવે રાજકોટની ટીમ ૨૬ જુલાઈએ ક્વાર્ટર ફાઇનલમાં આણંદ જિલ્લા સામે ટકરાશે. આ ગેમને લઈને ટીમોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેલાડીઓ સતત પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ રહ્યા છે.

રાજકોટની ટીમમાં કેપ્ટન અને ગોલકીપર રાજન રૈયાણી, અમન રૂદાતલા, નિત્યારાજસિંહ જાડેજા, હરિવંશ પટેલ, પ્રસન્ન ધોળકિયા, આરવ જગાણી, વેદ ચિત્રોડા, સમર્થ ઠાકર, એડમ ગુસાઈન, અર્ધેશ પ્રદીપ, અનિકેત ગુપ્તા, વૈદિક જાવિયા, વ્યोम ધામેલિયા,

માધવ બોરિયા, કબીર ચૌહાણ, આર્યન પટેલ, આયુષ નાયક, રામ ઓઝા, નિહાલ દિવેયા અને આદર્શ મિશ્રાનો સમાવેશ થાય છે. ટીમના હેડ કોચ અગીત સિાંચાળીયા અને મેનેજર દીપકરાવ યશવંતે છે, જેઓ સતત ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, સેક્રેટરી રોહિત બુંદેલા તેમજ એસોસિએશનના અન્ય હોદ્દેદારો અને સભ્યોએ ટીમને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને આગામી મેચ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.