રાજકોટ મનપાને ‘ડ્રામા’ એવોર્ડ આપવો જોઈએ ?
- તપાસનું નાટક જંગલેશ્વર ડિમોલેશનમાં રૂપિયા 20 લાખનું બિલ ચૂફવાઈ ગયું
- TPO આર.ડી.પરમારે લેખિતમાં કહ્યું
- મનપાએ કહ્યું પાણીના બોટલની ચુકવણી કરવામાં આવી નથી
સિટી ન્યૂઝ@રાજકોટ
ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી આર.ડી. પરમારે લેખિતમાં જણાવ્યું હતું કે, પાણીની બોટલોના બિલની ચુકવણી કરવામાં આવી નથી. જોકે, પાણીની બોટલો સપ્લાય કરનાર ઉમિયાજી મંડપ સર્વિસના સંચાલકે બિલની રકમ રેટ કોન્ટ્રાક્ટના આધારે મનપા તરફથી મળી હોવાનું સ્વીકાર્યું હોવાનું સામે આવ્યું છે.આ મામલે રેટ કોન્ટ્રાક્ટથી પાણી પૂરું
પાડનાર રાજકોટ શ્રી ઉમિયાજી મંડપ ડેકોરેશનના શૈલેષ દેસાઈએ જણાવ્યું કે, ‘જંગલેશ્વર ડિમોલેશન સમયે ૨૦થી ૨૮ તારીખ વચ્ચે મને જે પીવાના પાણીની બોટલનો ઓર્ડર મળ્યો હતો તે પૂરું પાડવાનું મારું કામ હતું. જેમાં ભાવને લઈને વિવાદ સર્જાયો એની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૩માં અમારું ટેન્ડર પાસ થયું એ સમયે અમારા RC ભાવ પ્રમાણે અમે પાણીનો ભાવ લીધો છે ૨૦૦ ML પાણીના ૮ રૂપિયા ભાવ.’
કોન્ટ્રાક્ટરે કહ્યું મનપાએ રૂપિયા ચૂફવી દીધા છે
સાચું કોણ ?
આ મામલે કોન્ટ્રાક્ટ શૈલેષ દેસાઈએ ઉમેર્યુંકે, આ કોન્ટ્રાક્ટ મને ૨૦૨૩માં મળેલો હતો. જોકે જંગલેશ્વર ડિમોલેશન સમયે આ કોન્ટ્રાક્ટ પતી ગયો હતો, પરંતુ ટેન્ડરના નિયમ મુજબ, જ્યાં સુધી કોઈ અન્ય કંપનીને ટેન્ડર ન ફાળવાય ત્યાં સુધી અમારે કામ કરવું પડતું હોય છે, જે મેં કર્યું, એટલે અમારા તરફથી કોઈ ગોટાળો થયો નથી. હું કોર્પોરેશનમાં છેલ્લા ૪ વર્ષથી છું, પણ આવો વિવાદ પહેલીવાર સર્જાયો છે, આ એજન્સીનું શોષણ થાય છે, અમારું શોષણ થાય છે અમારા બિલ ઘણા બધા પેન્ડિંગ છે. જોકે આ બિલ ચૂફવાઈ ગયું છે.
કોંગ્રેસે માંગેલી માહિતીમાં કહ્યું પાણીનું બિલ ચૂફવવાનું બાકી છે
PGVCLના M.D.ચુડાસમા બનશે તપાસ સમિતિના નવા અધ્યક્ષ
આ સમગ્ર પ્રક્રિયાની ધીમી ગતિ જોઈને લોકમુખે ચર્ચા થઈ ગઈ છે કે આ કોઈ ગંભીર તપાસ સમિતિ છે કે પછી માત્ર સમય પસાર કરવાનું એક નાટક છે ? વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ફરી એકવાર તપાસ સમિતિના અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ મામલે બે વાર અધ્યક્ષ બદલાઈ ચુક્યા છે, અને હવે પીજીવીસીએલ (PGVCL) ના નવનિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર એમ.ડી. ચુડાસમાને આ સમિતિના નવા અધ્યક્ષ બની શકે છે.વારંવાર બદલાતા ચહેરાઓ અને નેતૃત્વ પરિવર્તના કારણે સમગ્ર તપાસ પ્રક્રિયા પર શંકાના વાદો ઘેરાયા છે. જનતા અને વિരോധ પક્ષો દ્વારા પૂછાઈ રહ્યું છે કે આટલા ફેરફારો છતાં સાચું સચ ચિત્ર ક્યારે બહાર આવશે? મળતી પ્રાથમિક વિગતો મુજબ, જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા આ ડિમોલેશનનો કુલ ખર્ચ અંદાજે રૂ.૨.૭૨ કરોડથી વધુ હોવાનું બહાર આવ્યું છે. આટલી રકમ ખર્ચ્યા બાદ પણ કામગીરીમાં કથિત બેદરકારી અને ગેરરીતીઓની આવી રહી છે.જેને લઈને અનેક આક્ષેપો થઈ રહ્યા છે.