ડેમો બન્યા ‘પાણીદાર’ !
નીચાણવાડા વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા સૂચના
-
મચ્છુ-૨ લ મચ્છુ-૩ ડેમ ઓવરફ્લો, ભાદર-૧ ડેમમાં ચાર ફૂટ નવા નીરની આવક
-
આજી-૨, ભાદર-૨ અને સુર્વો ડેમ છલોછલ થતા 30 ગામોમાં એલર્ટ
સિટી ન્યૂઝ@રાજકોટ
આબોહવા પરિવર્તનની ચરમસીમા સૌરાષ્ટ્રમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. જે ડેમો થોડા સપ્તાહો પહેલા ૫૦% થી વધુ ખાલી હતા અને નર્મદાના નીરની રાહ જોતા હતા, તે જ ડેમો ઉપરવાસના અનરાધાર વરસાદને પગલે રાતોરાત છલોછલ ભરાઈને 'પાણીદાર' બની ગયા છે. સૌરાષ્ટ્રનો પથરાળ વિસ્તાર હોવાથી પાણી સપાટી પરથી સીધું ડેમોમાં ધસી આવતા સિંચાઈ વિભાગ માટે રૂલ લેવલ જાળવી રાખવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
મોરબીનો જીવાદोरी સમાન મચ્છુ-૨ અને મચ્છુ-૩ ડેમ હાઈડ્રોલોજિકલ આશ્ચર્યનું કેન્દ્ર બન્યો છે. બંને ડેમ ૧૦૦% ભરાઈગયો હતા. ૧ પરિસ્થિતિ વણસતા શનિવારે પહેલી સવારે ૪૯,૦૦૦ ક્યુસેક પ્રચંડ જળજથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવ્યો હતો. બીજી તરફ, ધોરાજીના ભાદર-૨ ડેમમાં ચાર ફૂટ નવા નીરની ધસમસતી આવક થતાં તેના ૫ દરવાજા ખોલીને ૪૦,૬૦૪ ક્યુસેક પાણી નદીમાં વહાવવામાં આવી રહ્યું છે.
રાજકોટના આજી-૨ ડેમમાં ૧,૬૮૦ ક્યુસેકની આવક-જાવક જાળવવામાં આવી છે, જ્યારે સુર્વો (૬૦%) અને લાલપરી (૮૦%) ડેમો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ભાવનગરની જીવાદોરી
સમાન શેત્રુંજી ડેમ બીજી વખત છલકાતા તેના તમામ પદ દરવાજા ખોલીને ૨૧,૮૧૮ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. અમરેલીનો ડેબી ડેમ પણ માત્ર ૨૪ કલાકમાં ૫૦% થી ૧૦૦% ભરાઈ જતાં દરવાજા ખોલવા પડ્યા છે.
આકાશી આફત અને અતિભારે વરસાદને પગલે નદી-ડેમો છલકાઈ જતાં હેઠવાસના નીચાણવાળા વિસ્તારોમાં જીવલેણ પૂરનું જોખમ સર્જાયું છે. અચાનક આવેલી પાણીની જંગી આવકના કારણે ડેમોમાંથી હજારો ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી રહી છે, જેના સીધા પરિણામ સ્વરૂપે સૌરાષ્ટ્રના ૩૦ થી વધુ ગામોને વહીવટી તંત્ર દ્વારા 'હાઈ-એલર્ટ' પર મૂકી દેવામાં આવ્યા છે. મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી છોડાતાં મોરબી અને માળિયા તાલુકાના ૨૬ જેટલા ગામોમાં ભયનો માહોલ છે. ગ્રામ પંચાયતો લોકોને નદીના પટમાં ન જવા અને પશુધનને સલામત સ્થળે ખસેડવા તાકીદ કરવામાં આવી છે. આ જ રીતે, ભાદર-૨ ડેમમાંથી ૪૦,૬૦૪ ક્યુસેક છોડાતાં ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને માણાવદર તાલુકાના અનેક ગામોમાં જળબંબાકારનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાંથી પાણી છોડાતાં પાલિતાણા અને તળાજાના ૧૭ ગામોને પણ સતર્ક કરાયા છે.
વરસાદથી ખેતરો ધોવાયા
ખેડૂતોને મોટું નુકસાન અનેક ખેતરો સરોવર બની ગયા
પાક બચાવવા સાથે તંત્ર પાસેથી યોગ્ય સહાયની આશા
સૌરાષ્ટ્રમાં વરસેલા અતિભારે વરસાદ અને નદીઓમાં આપેલા ધસમસતા પૂરે ખેડૂતોની આશાઓ પર શાબ્દિક રીતે પાણી ફેરવી દીધું છે. ખરીફ સીઝનના પ્રારંભે જ મગફળી, કપાસ અને સોયાબીન જેવા મોંઘા પાકોનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોના ખેતરો હવે સરોવરમાં ફેરવાઈ ગયા છે. આ જળપ્રલયથી ખેતી વિજ્ઞાન અને ગ્રામ્ય અર્થતંત્રને એવો ફટકો પડ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા, ધારી અને સાવરકુંડલા સહિતના પંથકોમાં અસંખ્ય
ખેતરો જળમગ્ન છે. પૂરના ધસમસતા પ્રવાહે ખેતરોના પાળાો તોડી નાખ્યા છે અને જમીનનું સૌથી ફળદ્રુપ ઉપલું સ્તર (Topsoil) તાણી ગયા છે. માટી ગુમાવી એ ખેડૂત માટે પાક નિષ્ફળ જવા કરતા પણ મોટું નુકસાન છે. ૪૮ થી ૭૨ કલાક પાણી ભરાઈ રહેવાથી કપાસ અને મગફળીના પાકોના મૂળિયાં સડી ગયા છે અને સંપૂર્ણ નાશ પામ્યા છે. ગોલ્ડ લોન અને સંપૂર્ણ નાશ પામ્યા છે. ગોલ્ડ લોન કે ઊંચા વ્યાજે નાણાં લઈને બિચારણ ખરીદનાર ખેડૂતો હવે દેવાની ઊંડી ખાઈમાં ધકેલાઈ રહ્યા છે.
તંત્ર એલર્ટ મોડ પરઃ મુખ્યમંત્રીએ લીધો તાગ
જળપ્રલયની આ વિકટ સ્થિતિમાં આધુનિક આપત્તિ વ્યવસ્થાપન સિસ્ટમ્સ કામે લગાવવામાં આવી છે. NDRF અને SDRF ની ટીમોને કોઈપણ કટોકટી માટે સજ્જ રખાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતેથી રાહત, બચાવ કામગીરી અને સ્થળાંતરની સઘન સમીક્ષા કરી છે. વહીવટી તંત્રને કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળવા કડક આદેશો આપવામાં આવ્યા છે.