Loading Please Wait !!!
ચોરખાનામાં છુપાવેલા રૂ. 2.56 લાખનો દારૂ ઝડપાયો

કાંગશિયાળીમાં LCBનો દરોડો: ડ્રાઈવર ઝબ્બે, 3 ફરાર: 20.73 લાખની મતા કબજે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લા એલસીબીની ટીમે રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર શાપર નજીક કાંગશિયાળી ગામની સીમમાંથી ટેમ્પોમાં ચોરખાનામાં છુપાવેલા ૩.૨.૫૬ લાખની વિદેશી દારૂ સાથે મધ્યપ્રદેશના એક શખ્સને ઝડપી લઈ તેની પાસેથી ૩.૨.૫૬ લાખની કિંમતનો દારૂ,બે કાર સહીત ૩.૧૬.૭૩ લાખની મતા કબજે કરી હતી. કાંગશિયાળી ગામની સીમમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહીતીના આધારે એલસીબીના પીઆઈ રાવ, પીએસઆઈ ગોહીલ સહીતની ટીમે દરોડો પાડી આવેલા શંકાસ્પદ ટેમ્પો ટ્રાવેલ્સની તલાસી લેતા તેના છતના ભાગે ચોરખાનામાં છુપાવેલી ૩૦૬ બોટલ વિદેશી દારૂ મળી આવી હતી. પોલીસે ચાલકની પુછતાછ કરતા તે મધ્યપ્રદેશના અલીરાજપુર પાસે ઉતવલી ગામે રહેતો નિલેશ ઇસરીયા કલેશ હોવાનું જણાવતા તેની ધરપકડ કરી હતી.