Loading Please Wait !!!
CA જતીન જજલ સામેની ફરિયાદ હાઈકોર્ટે રદ કરી

2021ના વ્યવહારો અંગેની ફરિયાદ 121 દિવસમાં રદ; ધંધાકીય વિવાદ તરીકે નોંધ

  • સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જતીન જજલ સામે પ્રનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરી છે. જતીન જજલના જણાવ્યા મુજબ, ૧૩ માર્ચ ૨૦૨૬ના રોજ નોંધાયેલી ફરિયાદ સામે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના અનુસંધાને ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો હતો.પ્રેસ નિવેદન મુજબ, ફરિયાદમાં ઉલ્લેખિત વ્યવહારો વર્ષ ૨૦૨૧ના હતા. આ જ મુદ્દે અગાઉ પણ પોલીસ તપાસ થઈ ચૂકી હતી અને તે સમયે ઇંટરપર્ડી કે વિશ્વાસઘતના કોઈ પુરાવા મળ્યા ન હતા. ત્યારબાદ રોકાણકારોએ વર્ષ ૨૦૨૩માં રાજકોટ સિવિલ કોર્ટમાં દાવા દાખલ કર્યા હતા, જે હાલ વિચારાધીન છે.જતીન જજલ તરફથી એડવોકેટ ધ્રુવ ટોળિયા અને તુષાર ગોધાણીએ રજૂઆત કરી હતી. ફરિયાદી તરફથી પણ કોર્ટમાં સ્વીકારાયું હતું કે

તમામ વ્યવહારો ધંધાકીય હતા અને જતીન જજલની ભૂમિકા માત્ર સલાહકાર તથા પ્રોજેક્ટ રિપોર્ટ સુધી મર્યાદિત હતી. હાઈકોર્ટ દસ્તાવેજોના આધારે ફરિયાદ રદ કરી હતી.રોકાણકારોએ ૨૦૨૩ના દીવાની કેસો પરત ખેંચવાની ખાતરી આપી છે.જતીન જજલ ૨૦૦થી CA પ્રેક્ટિસમાં છે અને પ્રોજેક્ટ ફાઈનાન્સ તથા ઇન્ડસ્ટ્રીયલ સબસિડી ક્ષેત્રે કાર્યરત છે. તેઓ ICAIના રાજકોટ બ્રાન્ચના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે.