Loading Please Wait !!!
HSRP નંબર પ્લેટનો ઘસારો વધ્યો, લાંબી કતારો, 8 દિનનું વેઈટિંગ 900નો ખર્ચ !

  • નંબર પ્લેટ માટે નવી મુસીબત; HSRPની કામગીરી મર્યાદિત વાહનચાલકોને હાલાકી
  • RTO, શો-રૂમ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન સિવાય HSRP નંબર પ્લેટ લગાવવાની સુવિધા ન હોવાથી વાહનચાલકો પરેશાન
  • સિટી ન્યૂઝ@રાજકોટ
નવા જાહેરનામા બાદ નંબર પ્લેટ વગરના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાનો દાસારો વધ્યો છે. અકસ્માત કે વરસાદી પાણીમાં નંબર પ્લેટ નીકળી ગયેલા વાહનચાલકોને પણ હવે તાત્કાલિક નંબર પ્લેટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. RTO સિવાય અન્ય સ્થળોએ નંબર પ્લેટ લગાવવાની સુવિધા ન હોવાથી વાહનચાલકોને એક અઠવાડિયા સુધીનું વેઈટિંગ મળી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. લોકોની માંગ છે કે વાહનચાલકોની હાલાકી દૂર કરવા માટે વધુ એજન્સીઓને HSRP નંબર પ્લેટની કામગીરી સોંપવામાં આવે. બીજી તરફ, બાઇકની HSRP નંબર પ્લેટ માટે રૂ.૯૦૦ સુધીનો ખર્ચ થતો હોવાની ફરિયાદ છે, જ્યારે બજારમાં સામાન્ય રીતે આવી નંબર પ્લેટ આશરે રૂ.૫૦૦માં બનતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નવા નિયમ સાથે પૂરતી વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.