Loading Please Wait !!!
60ની ઉંમરે આમિરાના શનિવારે ત્રીજા લગ્ન

 

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ત્રીજી વખત વરરાજા બનવા જઈ રહ્યો છે. બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ૫ જુલાઈના રોજ તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રોટ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે. આર્મિર અને ગૌરીના લગ્ન ક્યાં થશે, સ્થળ ક્યાં હશે અને કેટલા મહેમાનો હાજરી આપશે તે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે. અહીં તેને લગતી તમામ ડિટેલ્સ આપવામાં આવી છે. આર્મિર ખાન અને ગૌરી સ્પ્રોટના લગ્ન અંગે સૂત્રો પાસેથી ઘણી વિગતો મળી છે. આ દંપતીના લગ્ન આર્મિર ખાનના મુંબઈ સ્થિત ઘરે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આર્મિર ખાન અને ગૌરી સ્પ્રોટ ભવ્ય નહીં કરે. તેના બદલે, આ દંપતી ઘરે રજિસ્ટર્ડ લગ્ન કરશે. લગ્ન દિવસ પહેલા ભાગમાં થશે. આર્મિર ખાન અને ગૌરીના બાળકો પણ લગ્નમાં હાજરી આપશે. આર્મિર ખાન અને ગૌરીના ઘનિષ્ઠ રજિસ્ટર્ડ લગ્નમાં ભારતભરમાંથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.