આકાંક્ષા ચમોલા બાયસેક્સ્યુઅલ છે!
રિયાલિટી શો લોકઅપ સીઝન ૨માં એકથી વધુ એક ખુલાસા સામે આવી રહ્યા છે, જ્યાં શોમાં આકાંક્ષા ચમોલાએ ગૌરવ ખન્ના સાથે પોતાના છૂટાછેડાનો ખુલાસો કરીને બધાને હેરાન કરી દીધા હતા, હવે તેને લઈને શોની કન્ટેસ્ટન્ટ શ્રેયા કાલરાએ એક શોકિંગ સ્ટેટમેન્ટ આપ્યું છે. શ્રેયા કાલરાનું કહેવું છે કે આકાંક્ષા ચમોલા બાયસેક્સ્યુઅલ છે. સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્સર શ્રેયા કાલરાએ તાજેતરના એપિસોડમાં કહ્યું કે આકાંક્ષા ચમોલા બાયસેક્સ્યુઅલ છે. શ્રેયા કાલરાએ મૂફી મોતીવાલા સાથેની વાતચીતમાં કહ્યું કે આકાંક્ષાનું એક સિક્રેટ મને ખબર છે. શ્રેયા કાલરાએ સિક્રેટ રિવિલ કરતા કહ્યું, તે એલે કે આકાંક્ષા ચમોલા બાયસેક્સ્યુઅલ છે. તેણે મને જણાવ્યું હતું અને હવે આનો ઉપયોગ થઈ ચૂક્યો છે.
બાયસેક્સ્યુઅલ એટલે શું? બાયસેક્સ્યુઅલ એવી વ્યક્તિને કહેવાય છે, જેને પુરુષ અને મહિલા બંને પ્રત્યે રોમેન્ટિક અથવા જાતીય આકર્ષણ થઈ શકે. એટલે કે, વ્યક્તિનું આકર્ષણ માત્ર એક જ લિંગ સુધી મર્યાદિત રહેતું નથી. બાયસેક્સ્યુઅલ હોવું એ વ્યક્તિની જાતીય અભિરુચિ છે, જે તેની વ્યક્તિગત ઓળખનો એક ભાગ છે. આ બાબતનો અર્થ એવો નથી કે દરેક બાયસેક્સ્યુઅલ વ્યક્તિ એકસાથે બંને સાથે સંબંધ રાખે છે.