મારે બાળક નથી જોઈતા એટલે છૂટાછેડા આપ્યા
આકાંક્ષા-ગૌરવ ખન્નાના છૂટાછેડા
ટીવી એક્ટર અને ‘બિગ બોસ ૧૬’ના વિજેતા ગૌરવ ખન્નાએ તેની પત્ની આકાંક્ષા ચમોલાથી છૂટાછેડા પર પહેલીવાર નિવેદન આપ્યું છે. લાઈટ શોના સેટ પર પહોંચેલા ગૌરવ ખન્નાએ જ્યારે પાપારાઝીને તેના હાલચાલ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો વિશે સવાલ કર્યો, ત્યારે તેણે હસતા મોઢે જવાબ આપ્યો. ગૌરવે કહ્યું કે તેની હાલત બિલકુલ પહેલા જેવી જ છે. તેણે કહ્યું, “પ્રેમ આજે પણ એટલો જ છે અને સપોર્ટ પણ એટલો જ છે. હું હંમેશા આકાંક્ષાને સપોર્ટ કરીશ, તે મારી પત્ની છે. પ્રેમ કર્યો તો પાછળ કેમ હટું.” ગૌરવે આગળ કહ્યું કે તે હંમેશા આકાંક્ષાની સાથે ઉભા છે અને ઈચ્છે છે કે તે શોમાં સારું રમે અને જીતીને આવે. લોક અપ શો દરમિયાન આકાંક્ષા ચગોલાએ તેના સહ-સ્પર્ધકો શ્રેયા કાલરા અને મૂફી મોતીવાલા સાથેની વાતચીતમાં છૂટાછેડાના કારણનો ખુલાસો કર્યો હતો. આકાંક્ષાએ જણાવ્યું કે લગ્ન પછી પણ તેને ક્યારેય બાળકને લઈને ‘મેટર્નલ ઈન્સ્ટિંક્ટ’ (માતા બનવાની ઈચ્છા) જાગી નથી.