પેકેજડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવો: સુપ્રીમ
- સુપ્રીમ કોર્ટે કહ્યું વધુ સુગર-મીઠું અને ચરબીની માહિતી આપો
- સુપ્રીમ કોર્ટે કહ્યું, સરકાર આવું નહીં કરે તો અમે આદેશ આપશું
સિટી ન્યૂઝ @ નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે પેકેજડ ફૂડ પ્રોડક્ટ્સના વોર્નિંગ લેબલ પર કેન્દ્ર સરકાર અને ફૂડ સેફ્ટી ઓથોરિટી (FSSAI)ને અંતિમ ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું કે નમકીન, બિસ્કિટ અને ચિપ્સના પેકેટ પર વધુ ખાંડ-મીઠું અને ફેટની ચેતવણી આપતા વોર્નિંગ લેબલ લગાવવા પર જો સરકાર નિર્ણય લઈ શકતી નથી તો અમે આદેશ જારી કરીશું. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું- પહેલા પણ તમને કડક ન્યુટ્રિશન વોર્નિંગને લઈને નિર્દેશ આપ્યા હતા તો પછી આનાકાની કેમ. અમે જે કહ્યું છે, તમારે કરવું જોઈએ, શું તમારા પર કોર્પોરેટ ગ્રોહોનું દબાણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે જનતાના હિતમાં કામ કરી રહ્યા છીએ, પોતાના માટે નહીં. તમે અત્યાર સુધી શું કર્યું? ૭ મહિના પહેલા પણ સુપ્રીમ કોર્ટે સરકાર અને FSSAIને કહ્યું હતું કે પેકેજડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવવા પર વિચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વી. વિનોદ ચંદ્રનની બેન્ચે જણાવ્યું કે આ મામલો નાગરિકો અને ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. તેથી આના પર કોઈપણ નિર્ણય કોર્પોરેટ કંપનીઓના દબાણમાં આવીને લેવો જોઈએ નહીં.
આ સુનાવણી એક જનહિત અરજી (PIL) પર થઈ હતી. અરજદારે કોર્ટે જણાવ્યું કે FSSAIની ૭ માર્ચની બેઠકમાં લેવાયેલા નિર્ણયો સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશોથી વિપરીત હતા. અરજદારે જણાવ્યુકે FSSAI કંપનીઓના વિરોધને આધાર બનાવી રહ્યું છે, જ્યારે સિવિલ સોસાયટીથી તે પુરાવાઓને અવગણવામાં આવી રહ્યા છે જે સ્વાસ્થ્ય સુરક્ષા માટે વોર્નિંગ લેબલની તરફણમાં છે. FSSAIએ કોર્ટમાં જણાવ્યું કે ફૂડ ઇન્ડસ્ટ્રી પેકેતના આગળના ભાગ પર વોર્નિંગ લેબલ લગાવવાની વિરુદ્ધ છે. તેના વિકલ્પ તરીકે FSSAIએ એક ન્યુટ્રિશન ટેબલમાં એડેડ સુગર, સેચ્યુરેટેડ ફેટ અને દિવસમાં કેટલું મીઠું લેવું જોઈએ તે દર્શાવવાનો સુજાવ આપ્યો છે. કંપનીઓનું માનવું છે કે પેકેટની આગળ લાલ ચેતવણીવાળા નિશાનથી તેમના વેપાર પર પ્રતિકૂળ અસર પડશે.
- દુનિયાના કયા દેશોમાં પહેલેથી લાગુ છે ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ
દુનિયાના ઘણા દેશોએ પોતાના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગને ફરજિયાત બનાવ્યું છે. આમાં ચિલી, મેક્સિકો, બ્રાઝિલ, પેરૂ, ઉરુગ્વે અને ઇઝરાયલ જેવા દેશો સામેલ છે, જ્યાં પેકેટની સામે સ્પષ્ટ ચેતવણીવાળા લેબલ લગાવવામાં આવે છે. આ દેશોમાં કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે ચેતવણી લેબલ લગાવ્યા પછી લોકોની ખાણી-પીણીની આતોતોમાં સુધારો થયો છે. ચિલી જેવા દેશોમાં, જ્યાં આ સિસ્ટમ સૌથી પહેલા લાગુ કરવામાં આવી હતી, ત્યાં લોકોએ વધુ ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટવાળા ઉત્પાદનોની ખરીદી ઓછી કરી દીધી છે. આ ઉપરાંત, કંપનીઓએ પણ પોતાના ઉત્પાદનોમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘટાડવાનું શરૂ કરી દીધું છે જેથી તેમના ઉત્પાદનો પર 'અનહેલ્ધી' હોવાનું લેબલ ન લાગે.