Loading Please Wait !!!
અમેરિકાના સેન ડિએગોમાં મસ્જિદ પર આકાશી હુમલો, ગોળીબારમાં 5 લોકોના મોત

  • ઇસ્લામિક સેન્ટરમાં અંધાધૂંધ ફાયરિંગથી ચકચાર; મૃતકોમાં એક સિક્યોરિટી ગાર્ડ અને બે સગીર શંકાસ્પદો સામેલ
  • 17 અને 19 વર્ષના હુમલાખોરોએ હુમલા બાદ પોતે જ કરી આત્મહત્યા; હેટ ક્રાઇમ એન્ગલથી એફબીઆઈની તપાસ
  • ધાર્મિક નફરતના કારણે હુમલો કરાયાની આશંકા; ઇમામ તાહા હસ્સાને કહ્યું- તમામ બાળકો અને શિક્ષકો સુરક્ષિત

સિટી ન્યુઝ @ સેન ડિએગો

અમેરિકામાં અવારનવાર માથું ઊંચકતા ગન કલ્ચર અને વંશીય તેમજ ધાર્મિક નફરતે વધુ એક વખત માસ શૂટિંગની ભયાનક ઘટનાને અંજામ આપ્યો છે. કેલિફોર્નિયા રાજ્યના સેન ડિએગોમાં આવેલી કાઉન્ટીની સૌથી મોટી મસ્જિદ અને શૈક્ષણિક પરિસરમાં સોમવારે રાત્રિના સમયે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ હાઈપ્રોફાઈલ અને આકાશી આતંકી હુમલાની ઘટનામાં મસ્જિદના એક બહાદુર સિક્યોરિટી ગાર્ડ અને બે મુખ્ય શંકાસ્પદ હુમલાખોરો પણ માર્યા ગયા છે. જાહેરમાં થયેલા આ આડેધડ ફાયરિંગના કારણે સમગ્ર અમેરિકા અને મુસ્લિમ જગતમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી જન્મી છે.

સ્થાનિક સેન ડિએગો પોલીસ અને સુરક્ષા એજન્સીઓના સત્તાવાર અહેવાલ મુજબ, આ ભયાનક હુમલો 'ઇસ્લામિક સેન્ટર ઓફ સેન ડિએગો' માં થયો હતો. આ કેન્દ્રમાં ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે જ એક મોટી સત્તાવાર શાળા પણ કાર્યરત છે, જ્યાં માસૂમ બાળકોને અરબી ભાષા, ઇસ્લામિક અભ્યાસ અને પવિત્ર કુરાનનું શિક્ષણ આપવામાં આવે છે. ફાયરિંગની ઘટના બનતા જ અફરાતફરી મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફૂટેજમાં પોલીસકર્મીઓ ડઝનથી વધુ નાના બાળકોના હાથ પકડીને અને બાળકીઓને તેડીને મસ્જિદ પરિસરમાંથી સુરક્ષિત સ્થાને લઈ જતા જોવા મળ્યા હતા.

પોલીસે તપાસ દરમિયાન મસ્જિદની બિલકુલ નજીક પાર્ક કરેલા એક શંકાસ્પદ વાહનમાંથી બે કિશોર વયના હુમલાખોરોના લોહીલુહાણ મૃતદેહ કબજે કર્યા છે. પકડાયેલા મૃતક હુમલાખોરોની ઉંમર 17 વર્ષ અને 19 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક ફોરેન્સિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે મસ્જિદમાં ગાર્ડ અને અન્ય લોકોને ગોળી માર્યા બાદ પોલીસ પકડથી બચવા માટે આ બંને શંકાસ્પદોએ પોતાની જાતને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા આ આખા મામલાની તપાસ 'હેટ ક્રાઇમ' (ધાર્મિક નફરત સંબંધિત ગુનો) ના એન્ગલથી શરૂ કરવામાં આવી છે.

મસ્જિદના મુખ્ય ઇમામ તાહા હસ્સાને મીડિયાને રડતી આંખે જણાવ્યું હતું કે સોમવારે સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે કેટલાક બિન-મુસ્લિમ નાગરિકો ઇસ્લામ ધર્મને સમજવા અને વિવિધ સમુદાયો વચ્ચે પરસ્પર સદ્ભાવ વધારવા માટે મસ્જિદની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા, ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંપૂર્ણ સુરક્ષિત છે. આ ભયાવહ હુમલા પર કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે તીવ્ર આક્રોશ વ્યક્ત કરતા મુસ્લિમ સમુદાયને સાંત્વના આપી છે કે આ કપરા સમયમાં સમગ્ર કેલિફોર્નિયા પ્રશાસન તમારી સાથે મજબૂતાઈથી ઊભું છે.

અમેરિકાનું 230 વર્ષ જૂનું ભયાનક ગન કલ્ચર અને અગાઉની મોટી ઘટનાઓ

વૈશ્વિક સંશોધકોના મતે, અમેરિકામાં હથિયાર ખરીદવું એ બજારમાંથી ફળ અને શાકભાજી ખરીદવા જેટલું જ સરળ છે. વર્ષ 1791 માં બંધારણના બીજા સુધારા હેઠળ અમેરિકી નાગરિકોને પોતાની સુરક્ષા માટે હથિયાર રાખવાનો કાયદેસરનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો હતો, જે આજે નાગરિકો માટે જ કાળ સાબિત થઈ રહ્યો છે. ચાલુ વર્ષે 19 એપ્રિલ 2026 ના રોજ લ્યુઇસિયાનામાં એક પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8 ની હત્યા કરી હતી. તેમજ 16 ફેબ્રુઆરી 2026 ના રોજ રોડ આઇલેન્ડમાં હાઈસ્કૂલ હોકી મેચ દરમિયાન અને 8 જાન્યુઆરી 2026 ના રોજ મિનેપોલિસમાં પણ ઇમિગ્રેશન એજન્ટ દ્વારા આડેધડ ગોળીબારની ગંભીર ઘટનાઓ ઘટી ચૂકી છે.