Loading Please Wait !!!
પ્રેમાનંદ મહારાજની તબિયત બગડી પદયાત્રા બંધ, ભીડ ન કરવા અપીલ

=> હેલ્થ અપડેટ: દર્શન બંધ, શિષ્યોની અપીલ કૃપા; કરી ભીડ ન કરો

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ગુરુ સંત પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી છે. આને કારણે તેમણે રાત્રિ પદયાત્રા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી છે. ઉપરાંત, મહારાજજીના એકાંતિક દર્શન પણ નહીં થાય. રવિવારે રાત્રે હજારોની સંખ્યામાં ભક્તો તેમના દર્શન માટે પહોંચ્યા હતા, પરંતુ પ્રેમાનંદજી દરરોજની જેમ વહેલી સવારે 3 વાગ્યે પદયાત્રા પર નીકળ્યા નહોતા. તેમની જગ્યાએ તેમના શિષ્યો પહોંચ્યા. શિષ્યોએ લાઉડસ્પીકરથી જાહેરાત કરીને જણાવ્યું, આપ સૌને વિનંતી છે કે મહારાજજીનું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે આજથી પદયાત્રા રદ કરવામાં આવી રહી છે. કૃપા કરીને રોડ કિનારે ઊભા રહીને ભીડ ન કરો. આ પછી ભક્તોને મહારાજજીના દર્શન કર્યા વિના નિરાશ થઈને પાછા ફરવું પડ્યું. કલી કુંજ આશ્રમ અનુસાર, મહારાજજીને 21 વર્ષથી કિડનીની સમસ્યા છે. બારાબંકીના રાજુ ગુપ્તાએ જણાવ્યું- અમને જણાવવામાં આવ્યું કે મહારાજના દર્શન નહીં થઈ શકે. તેમનું કારણ સ્વાસ્થ્ય સંબંધિત જણાવવામાં આવ્યું. અમે રાધા-રાણીને પ્રાર્થના કરીએ છીએ કે તેમનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય, જેથી અમે ફરીથી દર્શન કરી શકીએ.