Loading Please Wait !!!
ભજન હવે `ટ્રેન્ડ' બન્યું યુવાનોમાં ભજન જેમિંગનો ક્રેઝ

=> ભક્તિનું નવું રૂપ: ભજનમાં બીટ્સ અને બિઝનેસ ! શહેરમાં નવી ફ્યુઝન ભક્તિથી ઈકોનોમી તેજ
=> ભજન જેમિંગમાં જો આપણા જૂના ભજનોને સજીવન કરવામાં આવે તો કદાચ આપણી પરંપરાને પણ સાચવી શકાય
=> 5 મહિનામાં 20થી વધુ નવા મ્યુઝિક બેન્ડની એન્ટ્રી
=> ઈવેન્ટ માટે 50,000 થી 4 લાખ સુધીનો ખર્ચ
=> રૂા. 15,000થી રૂા.60,000 સુધીની આર્ટિસ્ટની ફી

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભજન જૅમિંગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. પહેલા એક મહિને માત્ર 2થી 4 ભજન જેમિંગના કાર્યક્રમો યોજાતા હતાં, ત્યાં હવે અઠવાડિયામાં જ એટલા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. યુવાનોમાં ભજન જમિંગ વિશેષ કરીને ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. જેમાં ભજનોને ગિટાર, કેજોન જેવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે પ્રસ્તુત કરાય છે, જે ફ્યુઝન ભક્તિનો માહોલ સર્જે છે. આ પ્રકારની ઇવેન્ટ હવે માત્ર ધાર્મિક પ્રવૃત્તિ રહી નથી, તે એક પ્રકારનું સોશિયલ કનેક્ટ અને સ્ટ્રેસ રિલીફનું માધ્યમ પણ બની ગઇ છે. જેમાં દરેક ઉમરના લોકો અને ખાસ કરીને જેનઝી ઓડિયન્સ તેને વધુ માણે છે. ભજન જૅમિંગ સાથે શહેરમાં "ભજન ઈકોનોમી પણ વધી છે.

નાની સોસાયટીથી લઈને કેફે અને પ્રાઈવેટ વેન્યૂ સહીતની જગ્યાએ આયોજન માટે સિગિંગ બેન્ડ, સાઉન્ડ સર્વિસ પ્રોવાઈડર્સ, ડેકોરેટર્સ અને ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સને ઈનકમની તક સર્જાઈ રહી છે. છેલ્લા 5 મહિનામાં 10થી વધુ નવા બેન્ડ ઈન્ટ્રોડ્યૂસ થયા છે. એક સામાન્ય ભજન જેમિંગનો ખર્ચ અંદાજીત રૂ.50 હજારથી રૂ.2 લાખ આવે છે, જ્યારે પ્રીમિયમ સેટઅપ સાથે ઇવેન્ટ્સનો ખર્ચ 5 લાખ સુધી પહોંચી શકે છે. સંગીતકારો પ્રતિ ઈવેન્ટ રૂ.15,000 થી રૂ.60,000 હજાર સુધીની ચાર્જ કરે છે, જ્યારે સાઉન્ડ સિસ્ટમ અને અન્ય વ્યવસ્થાઓ માટે પણ સારી માંગ સર્જાઇ છે.